મોરબીનો કેસરબાગ ટુકસમયમાં સુવિધા સભર બનાવી ખુલ્લો મુકાશે : હીનાબા જાડેજા

- text


૮૪ લાખના ખર્ચે બગીચાઓનું રીનોવેશન કામ શરૂ કરાયુ હોવાનું જણાવતા ગાર્ડન કમિટી ચેરપર્સન

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા રૂપિયા ૮૪ લાખથી વધુના ખર્ચે સુરજબાગ અને કેસરબાગનું નવસર્જન કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ટુક સમયમાં જ સુવિધાસભર કેસરબાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર હોવાનું ગાર્ડન કમિટીના ચેરપર્સન હીનબા જાડેજાએ જણાવ્યું હતું.

મોરબી નગર પાલિકાના દ્વારા શહેરના બે મુખ્ય બગીચાને ફરી નંદનવન બનાવવાનો પ્રોજેકટ હાથ પર લીધો હોવાનું ગાર્ડન કમિટીના ચેરપર્સન હીનબા ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું તેમના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશન રોડ પર આવેલ સૂરજબાગ તથા સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગનું રીનોવેશન કરવા ૮૪ લાખનો ખર્ચ મંજુર કરાયો છે અને છેલ્લા છ માસથી બગીચાઓની કાયાપલટ કરવા કામગીરી ચાલી રહેલ છે.

- text

વધુમાં ગાર્ડન કમિટી ચેરપર્સન હીનાબાએ ઉમેર્યું હતું કે આગામી ચારથી પાંચ માસમાં કેસરબાગનું રીનોવેશન કામ પૂર્ણ થઈ જશે અને બગીચામાં નગરજનો માટે વોકિંગ ટ્રેક, બાળકો માટે હીંચકા, લપસીયા, વડીલો માટે બેન્ચ, પાણી નિકાલની વ્યવસ્થા, લોન વૃક્ષો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે અને આ કામગીરી પૂર્ણ થયે વિધિવત રીતે લોકાર્પણ કરાશે.

- text