મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન યોજાયા

- text


મોરબીમાં 14 અને થાનમાં 22 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં મોરબીમાં 14 અને થાનમાં 22 યુગલો એ લગ્ન ગ્રંથિથી જોડાઈને સંસાર જીવનનો મંગળ શુભારંભ કર્યો હતો

- text

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સામકાઠે નેશનલ હાઈવે નજીક રિવેરા સિરામિક પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.જેમાં 14 યુગલો લગ્નગ્રંથી જોડાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા,પરસોતમભાઈ સાબરીયા, ચકુંભાઈ ધારોડિયા, મહંત મેહુલદાસ બાપુ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહયા હતા.જયારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે સમૂહ લગન યોજાયા હતા.જેમાં હાસ્યકાર સાહબુંદીન રાઠોડ,અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ દલસુખભાઈ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા.આ સમૂહ લગન માં 22 યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.મોરબીમાં સમૂહ લગનને સફળ બનાવવા ગોકલભાઈ ભોરણિયા,પ્રવીણભાઈ વારનેશિયા, મહાદેવભાઈ પ્રજાપતિ તથા થાનમાં સમૂહ લગન ને સફળ બનાવવા અમરશીભાઈ અદોદરિયા સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી.આ સમૂહ લગનમાં આગેવાનો એ દીકરીઓના શિક્ષણમાં જાગૃત લાવવા તથા સમૂહ લગન સમાજની એકતા રૂપ હોય દરેક વર્ગને જોડવવા પર ભાર મુક્યો હતો

- text