આને કહેવાય ગતિશીલ સરકાર !! આશાવર્કરને ૫ થી ૧૦ હજાર અને સુપરવાઇઝરને ૪૦૦૦ વેતન !!

- text


વાંકાનેરના આશા ફેસિલેટર બહેનોએ કરી ઉચ્ચકક્ષાએ રજુઆત

વાંકાનેર : વાંકાનેરમાં આશા વર્કરો ઉપર આશા ફેસિલેટર તરીકે કામ કરતા બહેનો દ્વારા પૂરતા પગાર અને કામગીરીના વધારાના બોઝ મામલે પ્રાંત અધિકારી વાંકાનેર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી…. ઉક્તિ મુજબ ગતિશીલ રાજ્ય સરકારના હોશિયાર બાબુઓએ તાજેતરમાં આશાવર્કર બહેનોના પગાર વધારતા તેમને ૫ થી ૧૦ હજાર વેતન મળતા થયા છે પરંતુ આશાવર્કર બહેનોનું સુપરવિઝન કરતા આશા ફેસિલેટર બહેનોને માત્ર ૪૦૦૦ જેવુ વેતન જ ચુકવવામાં આવતા વાંકાનેરના આશા ફેસિલેટટ બહેનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ન્યાય માંગ્યો છે.

- text

આશા ફેસિલેટર બહેનોના જણાવ્યા મુજબ હાલમાં મોરબી જિલ્લામાં ૧૦ આશા બહેનો ઉપર એક આશા ફેસિલેટર એટલે કે સુપર વાઇઝર મુકવામાં આવે છે જેમને આખો મહિનો કામ કરવા છતાં માત્ર ૨૦ દિવસનું જ મહેનતાણું ચુકવવામાં આવે છે.

વધુમાં આ સુપરવાઈઝર બહેનોને ૨૦૦ રૂપિયા મહેનતાણું ચૂકવવા છતાં તેઓને નિયમિત ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય અડધી રકમતો ભાડા ભથ્થામાં જતી રહે છે.

વધુમાં આ બહેનોને ૨૦ દિવસની કામગીરી ઉપરાંત અન્ય આરોગ્યલક્ષી કામગીરીની સાથે પોલિયો તેમજ અન્ય ખાલી જગ્યા હોય તેવા પીએચસી સેન્ટરના કામ પણ કરવા પડતા હોય આશા વર્કર બહેનોની જેમ તેમનો પગાર પણ વધારવા માંગ ઉઠાવવામાં આવી છે.

- text