મોરબીના ૭૯ વર્ષના યુવાન કિશોરભાઈ મહેતાનું અનોખું જીવન

- text


નિવૃત્તિ બાદ ૨૦૦ થી વધારે પુસ્તકોનું વાંચન : વોકિંગ, દેવદર્શન અને ગૌસેવા નિત્યક્રમ બનાવ્યો

મોરબી : આજકાલના આધુનિક લોકો સમય પહેલા જ માનસિક રીતે વૃદ્ધ થઇ જતા હોય છે. અને ૫૦ વર્ષ થઇ એટલે પોતાની ઉમર થઇ ગઈ છે હવે કઈ પણ કામ ન કરી શકે તેવું પોતે જ ધારી લેતા હોય છે. યુવાનો પણ અભ્યાસ સિવાય અન્ય ઈતર પ્રવૃતિ તથા વાંચનમાં રસ ધરાવતા નથી. જ્યારે મોરબીના ૭૯ વર્ષના વૃદ્ધ આજે પણ પોતે યુવાન છે તેમ પોતાના જીવનની મજા માણે છે.

મોરબીમાં પુલ ઉપર મહેન્દ્ર ડ્રાઈવ પર રહેતા કિશોરભાઈ શાંતિલાલ મહેતાની જેની ઉમર ૭૯ વર્ષ છે. છતાં પણ પોતે એક યુવાન જેવું જીવન પસાર કરી રહ્યા છે. તેમને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો છે. અને ૬૩ વર્ષ વીમા કંપનીમાં ફરજ બજાવીને હલ નિવૃત છે છતાં પણ ૧૮ વર્ષથી પોતાની વીમા એજન્સી ચલાવીને પોતે સ્વાભિમાની જીવન પસાર કરે છે.

કિશોરભાઈને કમરની તકલીફ હોવાથી કમરના ૩ ઓપરેશન કર્યા હોવા છતાં પણ દરરોજ સવારે સાંજે ચાલવા માટે જાય છે.અને રાત્રે ૧ વાગ્યા સુધી વાંચન કરે છે, છતાં પણ વહેલી સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ અનુસાર ગૌમાતાની સેવા કરવા માટે પહોચી જાય છે.

- text

કિશોરભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આજકાલના યુવાનો ઠંડીમાં બ્લેન્કેટથી બાર નીકળવા તૈયાર નથી હોતા ત્યારે કિશોરભાઈ અને તેમના પત્ની આશાબેન કિશોરભાઈ મહેતા (ઉ.વ.૭૩) આટલી ઠંડીમાં પણ સવારે ૫ વાગ્યે ઉઠીને ચાલવા માટે જાય છે. આ દંપતી તંદુરસ્ત અને પોઝીટીવ જીવન જીવવામાં માને છે.

કિશોરભાઈ વાંચનનો જબરો શોખ ધરાવે છે. તે રાત્રે ૧૦ વાગ્યાથી ૧ કે ૨ વાગ્યા સુધી પુસ્તકો વાંચે છે. અત્યાર સુધી તેમણે ૨૦૦ થી વધારે પુસ્તકોનું વાંચન કર્યું છે. નવું – નવું જાણવા અને વાંચવામાં પોતે ખાસો રસ ધરાવે છે. આ ઉમરમાં પોતે રાત્રે મોડે સુધી કોમ્પુટર પર પણ કામ કરે છે. તે તેમનો નિત્યક્રમ છે, કિશોરભાઈની વિચારસરણી આટલી આધુનિક હોવા છતાં પોતે એટલીજ માતાજી ભગવાનમાં અતુટ શ્રદ્ધા ધરાવે છે. દરરોજ ૩ થી ૪ મંદિરે દર્શન કરવા માટે પણ પોતે જાય છે.

આટલી ઉમરે કિશોરભાઈનું આ તંદુરસ્ત અને પોઝીટીવ જીવન માણતા જોઈને આજના યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ કે માણસ ધારે તો કોઈપણ ઉંમર એક્ટિવ રહેવા માટે યોગ્ય છે.

 

- text