હળવદના જુના દેવળીયામાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


પોલીસે ૮૪ બોટલ વિદેશી દારૂ અને પાંચ બોટલ ચપલા સહિત રૂ.૨૫૪૫૦ નો મુદામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી હળવદ તાલુકાના જુના દેવળીયા ગામેથી રૂ. ૨૫૪૫૦ ની કિંમતના વિદેશી દારૂ સાથે એકને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદ પોલીસે બાતમીના આધારે જુના દેવળીયા ગામે દરોડો પાડી કિશોર બચુ દેગામાં ઉ.૨૬ ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબજામાંથી ૮૪ બોટલ ૭૫૦ એમ.એલ. અને ૫ નંગ ચપલા મળી કુલ રૂપિયા ૨૫૪૫૦ નો પરપ્રાંતીય વિદેશી શરાબ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન કાયદા અંતર્ગત ગુન્હો દાખલ કર્યો હતો.

આ મામલે વધુ તપાસ પીએસઆઇ શુકલ અને વસંતભાઈ વઘેરા ચલાવી રહ્યા છે.

ફાઈલ ફોટો

- text