મોરબીની ત્રણ સીરામીક ફેકટરીઓમાં ઇન્કમટેક્સના દરોડા

મોરબી : મોરબીની ત્રણ સિરામિક ફેકટરીઓમાં ઇન્કમટેક્સની રેન્જ ઓફીસ દ્વારા દરોડા પાડવામાં આવતા સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ટોચના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં ઇન્કમટેક્સ રેન્જ ઓફીસ દ્વારા ત્રણ ફેક્ટરીઓમાં દરોડનો દૌર શરૂ કરાયો છે જેમાં ઓલવીન સીરામીક, રોયલ ટચ સીરામીક અને સિમોલા સીરામીક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીનો સમાવેશ થાય છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ઇન્કમટેક્સ રેન્જ દ્વારા ઉપરોક્ત ત્રણેય સીરામીક ફેકટરીના ધંધાના સ્થળ તેમજ ઉત્પાદન કેન્દ્રો પર તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન મોત પ્રમાણમાં બિનહિસાબી આવક બહાર આવે તેમ હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જીએસટી અમલ બાદ સીરામીક ઇન્ડસ્ટ્રીઝની જાણે માઠી દશા હોય તેમ અગાઉ ગેસના ભાવ વધારો, જીએસટીની તપાસ બાદ હવે ઇન્કમટેક્સની રેડ પડતા સીરામીક લોબીમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.
જીએસટી બાદ મંદીમાં ગરક થયેલ સીરામીક ઇન્ડસ્ટ્રીઝને ગેસના ભાવનો વધારો લાગુ પડ્યા બાદ મોરબી