મોરબી સહિતના શહેરીજનોને ઇ ચલણમાંથી મુક્તિ

- text


સ્માર્ટ સીટી પ્રોજેકટ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારે આપી નાગરિકોને રાહત

મોરબી : રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને મોરબી સહિતના શહેરોના નાગરિકોને સરકારે સીસીટીવી કેમેરાને આધારે આપતા ઇ ચલણ, મેમો માંથી મુક્તિ આપી છે.

રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા ખાસ એક અગત્યનો નિર્ણય લઈ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરો અને ગાંધીનગર, ભાવનગર અને મોરબી જેવા શહેરોમાં સ્માર્ટ સીટી અને પીપીપી યોજના અંતર્ગત સફાઈ, સર્વેલન્સ અને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સીસીટીવી કેમેરાના આધારે ટ્રાફિક નિયમ ભંગ બદલ નાગરિકોને ઘરે ઇ ચલણ મેમો મોકલવમાં આવી રહ્યા છે પરંતુ આ સિસ્ટમને કારણે અમુક શહેરોમાં ખોટા ઈ-ચલણ મળી રહ્યા હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત માં જણાવતા નાગરિકોની સુવિધા ખાતર સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

- text

વધુમાં રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીને થયેલી રજુઆત અન્વયે નાગરિકોની સુવિધા અને સુગમતા માટે જ્યાં સુધી ઉપરોક્ત યમમ શહેરોમાં સ્માર્ટ સીટી યોજના પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને સીસીટીવી મારફતે ઓટોમેટીક કે મેન્યુઅલી ઇ ચલણ મોકલવામાં આવશે નહિ જેથી નાગરિકોને પડતી અસુવિધાઓ દૂર થશે.

- text