ટંકારા લતિપર ચોકડી પાસે એટેક આવતા અજાણ્યા યુવાન નુ મોત ઓળખ માટે પોલીસ ને જાણ કરવા અપીલ કરી

બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરે એક વાગ્યા ના સુમારે ટંકારા ના લતિપર ચોકડી પાસે ગોલાની દુકાને ખુરશી પર બેઠેલા એક અજાણ્યા પુરૂષે અચાનક જમીન પર પટકાયો હતો અને સ્થળ ઉપરજ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું

બનાવ અંગે પોલીસ ને જાણ કરતા ટંકારા પોલીસે ર્મુતક ને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને વાલી વારસા ની શોધ આદરી છે
મરણ જનાર કોઈ કારખાનામા કામ કરતો હોય તેવુ અંદાજો છે જો કોઈ ઓળખ મળે તો ટંકારા પોલીસ ને જણાવવા વિનંતી કરી છે