ટંકારા માં વિવેકાનંદ ના જન્મ દિવસ ની ઉજવણી રૂપે તેમના જીવન પર આધારિત નાટક યોજાયું. 

- text


વિવેકાનંદ એટલે શ્રધ્ધા જે માણસ ને તમામ શક્તિ નો સંચાર કરે છે :ના મામલતદાર ગૌસ્વામી.

11 સપ્ટેમ્બર 1893 ની વિશ્વ ફલકે  યોજાયેલી સભા મા ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરનારા યુવા સમ્રાટ વિવેકાનંદ દ્વારા જે અમીરેકા ના શિકાગો ની સભામાં બહેનો અને ભાઈઓ ના સંબોધન પછી તાલી ના ગડગડાટ દેશ વિદેશ વટાવી ભારત નુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એવા યુગ પુરૂષ વિવેકાનંદ ની 155 મી જન્મજયંતિ નિમિત્તે ટંકારા ની ઓરપેટ કન્યા છાત્રાલય મા વક્તવ્ય અને સ્વામીજી ના જીવન પર આધારિત નાટક ભજવ્યું હતું. જેમા શાળા ની 12 જેટલી છાત્રા એ ભાગ લીધો હતો અને 8 જેટલી બાળા એ વિવેકાનંદ પર સ્પિચ આપી હતી
આ ટાકણે ટંકારા ના ના મામલતદાર વાય પિ ગૌસ્વામી એ વિવેકાનંદ ને શ્રધ્ધા અને સહાસ આપનાર યુગ પુરૂષ કહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ જીવન મા શ્રધ્ધા વગર કોઈ કાર્ય ન થઈ શકે માટે દરેકે એકવાર વિવેકાનંદ ને વાંચવા જોઈએ

- text

આજના દિવસે ધાર્મી અને રૂત્વી ની જોડીએ આબેહુબ વિવેકાનંદ ને ચોક થી બ્લેક બોડ પર કંડાર્યા હતા ઓરપેટ કન્યા છાત્રાલય ના ટ્રસ્ટીગણ ના ગોપાલભાઈ. કેમ્પસ ના ડાઇરેક્ટર માકાસણાજી. આચાર્ય મધુબેન. કાનાણી સાહેબ તથા તાલુકા પંચાયત ના એ ટિડીઓ વાધેલા સાહેબે ખાસ હાજરી આપી હતી કાર્યક્રમ નુ સંચાલન દિપાલીબેને કર્યું હતું

- text