મોરબી :પાકિસ્તાનમાં બે મહેશ્વરી યુવકોની હત્યા મામલે આવેદન

મોરબી : પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાના મીઠ્ઠી ગામે થરી માહેશ્વરી સમાજના બે યુવાનોની કરપીણ-નિર્મમ હત્યાના અનુસંધાનમાં થરી માહેશ્વરી સમાજ મોરબી દ્વારા જિલ્લા કલેકટરશ્રી મોરબીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

વધુમાં મોરબી માહેશ્વરી સમાજ દ્વારા આજે બપોરે ૩ કલાકે નગરદરવાજાથી બાઈક રેલી સ્વરૂપે પ્રસ્થાન થઈ જિલ્લા સેવા સદન મુકામે આવેદનપત્ર પાઠવવામાં આવશે