મોરબી ખાતે આજે ફકિર સમાજની બેઠકનુ આયોજન થશે 

- text


પછાત જાતિ અંગેના કોઈ લાભ મળતા નથી : ફકીર અધિકાર મંચની રચના થશે

મોરબી : ગુજરાત મા વસ્તી ફકીર જાતી કે જે ગુજરાત મા 16 લાખ અને સૌરાષ્ટ્ર મા અંદાજીત 7 લાખ ની વસ્તી ધરાવે છે  આ સમાજ મોટા ભાગે ભિક્ષા વૃતિ નાં વ્યવસાય સાથે સંકળાયેલ છે દરગાહ મસ્જિદ કબ્રસ્તાન મા સેવા પુજા કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે મોટા ભાગે શિક્ષણ નો અભાવ છે

આ સમાજ ને રાજય સરકાર દ્રારા અતી પછાત જાતી મા સમાવેશ કરવા મા આવ્યો છે પરંતું કોઈ વિશેષ પ્રકાર નાં લાભ કે સહાય આપવા મા આવતી નથી જેનાં કારણે સમાજ નો વિકાસ થઈ શક્યો નથી

- text

જેનાં કારણે ફકીર અધિકાર મંચ દ્રારા રાજય ભર મા તાલુકા અને જીલ્લા કક્ષા એ આવેદન પત્ર આપી રાજય સરકાર સુધી લાગણી પહોંચાડવા નક્કી કરાયેલ છે જેનાં ભાગ રૂપે આજ રોજ બપોરના 3:00 કલાકે ફકિર સમાજ જમાત ખાને સિપાઈ વાસ પાસે મોરબી જીલ્લા મા એક કાર્યક્રમ રાખેલ છે જેમા ફકિર સમાજને શીક્ષણ આરોગ્ય રોજગારી અને સરકારશ્રી ની વિવિધ યોજનાઓ માથી અતી પછાત એવા ફકિર સમાજના લોકોને જરુરી માર્ગદર્શન અને સહેલાયથી સહાય મળી રહે તે માટે ની ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવશે અને ત્યારબાદ તાલુકા જિલ્લા કચેરીએ સમાજના હિત માટે સરકાર નુ યોગ્ય ધ્યાન દોરવવા આવેદનપત્ર સુપ્રત કરવાની પણ વિચારણાઓ કરવામાં આવશે આ કાર્યક્રમ માં ફકિર અધીકાર મંચ ના અને જાગૃત યુવા પત્રકાર ઈરફાનશાહ સૉંહરવર્દી જુનાગઢ વંથલીવાળા રહિમશા સૉંહરવર્દી મુસ્તુફા બાપુ ફકીર ઉર્ફે બગા બાપુ તેમજ મોરબીના આરીફભાઈ દીવાન આ કાર્યક્રમ અંતર્ગત ખાસ હાજરી આપશે

- text