ફિલિપ્સ કંપનીને કહી દીધું ખોટ જશે તો ખેતી કરીશ : જયસુખભાઇ પટેલ

- text


અજંતા ગ્રુપના જયસુખભાઈ પટેલે વર્ણવ્યા પોતાના બિઝનેશ અનુભવો

મોરબી : અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના સુપ્રીમો જયસુખભાઈ પટેલે સૌ પ્રથમ વખત પોતાની જિંદગીના અનુભવો ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટમાં વર્ણવી બિઝનેસમાં સફળતા વિશેના રહસ્યો ઉજાગર કર્યા હતા.

સરદાર પટેલ ધામ મિશન ૨૦૨૬ અંતર્ગત ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર સમિટમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે પોતે ક્યારેય ક્યાંય સ્પીચ આપી નથી એ તેમનો પહેલો જ અનુભવ છે તેમ જણાવી પોતાના કોલેજકાળ વિશે સહજતાથી કહ્યું કે હું ભણતો ત્યારે લોકો મને ઉઠીયાણ વિદ્યાર્થી તરીકે જોતા,

મારા પરિવારના તમામ સભ્યો સંયુક્ત બિઝનેશમાં જોડાયેલ હતા પરંતું મારા હિસ્સામાં જીવનનો પહેલો બિઝનેશ હળવદના કડીયાણા ગામે સુગર ફેક્ટરીનો આવ્યો હતો જેમાં ખૂબ મહેનત કરી પણ ધંધો ન ચાલતા ફેમિલી બિઝનેસમાં આવવાનું પરિવારે કહ્યું પરંતુ જીવનમાં પહેલો ખોટનો ધંધો ન કરવો હોય ગમે તેમ કરી રોકાણ બહાર કાઢ્યા પછી જ એ ધંધો છોડવાનું નક્કી કર્યું અને એ અરસામાં શેરડીના ધંધામાં તેજી રહેતા રોકાણ ઉપરાંત નફો કરી એ નફાની રકમ ગાયોના ધર્મદામાં આપી હળવદનું કડીયાણા ગામ છોડ્યાનું જણાવ્યું હતું.

- text

બાદમાં જયસુખભાઈએ ફેમિલી બિઝનેસમાં ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયનસીસ સહિતના બિઝનેસમાં ભારત જ નહીં બલ્કે વિદેશમાં કેમ નામના કમાયા તે અંગેના અનુભવો વર્ણવ્યા હતા.

અંતમાં જિંદગીના મહત્વપૂર્ણ અનુભવ અંગે જણાવતા તેમને કહ્યું કે ચાઈનાંની વારંવારની તેમની મુલાકાતો બાદ સીએલએફ લેમ્પના બિઝનેસમાં ઝમ્પલાવી ફિલિપ્સ ઓસરામ, હેવેલ્સ સહિતની કંપનીઓને હંફાવી દઈ સીએલએફ અને એલઇડી લેમ્પમાં એક વર્ષની ગેરંટી આપવાની શરૂઆત અજંતાએ કર્યા બાદ તમામ કંપનીઓને આ સિસ્ટમ લાવવી પડી હોવાનું ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સીએલએફ લેમ્પના શરૂઆતી સમયમાં ફિલિપ્સ કંપની ૩૫૦ માં જે લેમ્પ વેચાતી તે લેમ્પ ઓરેવાએ ૧૨૦ રૂપિયામાં એકવર્ષની ગેરંટી સાથે વેચવાનું શરૂ કરતાં ફિલિપ્સ કંપનીના માલિકે તેમને આમ ધંધો કરશો તો ખોટ માં જશો અને ગેરંટી આપવાનું બંધ કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

આ તકે જયસુખ ભાઈએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે મારે એક જ પુત્ર છે અને એ યુએસએ છે અને બાપાએ ૫૦ વિઘા જમીન આપી છે, જો ખોટ જશે તો ખેતી કરીશ પણ ગેરંટી તો આપીશ જ એમ જણાવી જયસુખભાઈ પટેલે અંતમાં કહ્યું હતું કે ધંધો કરવામાં મને હંમેશા મારાથી ઉંચી કંપનીઓને સળી કરવાની મારી આદત રહી છે.

જયસુખભાઇ પટેલની આખી સ્પીચ સાંભળવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text