મોરબી ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજમા થેલેસેમિયા ટેસ્ટ કરાયો

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજની વિવિધ શાખાઓમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓનુ આજ રોજ થેલેસેમિયા પરિક્ષણ કરવા મા આવ્યુ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓનુ પરિક્ષણ કરવા માટે ઈન્ડીયન રેડક્રોસની ટીમ ઉપસ્થિત રહી હતી. પ્રવર્તમાન સમયમા એનેમિયા, લોહીની ઉણપ તેમજ કુપોષણની સમસ્યા વધી રહી છે ત્યારે થેલેસેમિયાનુ પ્રમાણ પણ વધી રહ્યુ છે. આવનારી પેઢીમા થેલેસેમિયાન આવે તેમજ તંદુરસ્ત સમાજનુ નિર્માણ થાય તે હેતુસર આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજમા થેલેસેમિયા પરિક્ષણ કરવામા આવ્યુ હતુ.

- text

કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયા, શિવમભાઈ જાની, હાર્દીકભાઈ ઉદાણી, કીશનભાઈ કાવર, મેહુલભાઈ ગ્વાલાણી, મયુરસિંહ પરમાર સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

 

- text