મોરબીમાં પોલીસ જવાન પર છરી વડે હુમલો કરનાર બે શખ્સનો બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

- text


અનેક ગુન્હાઓ આચરનાર આરીફ ગુલમામદ મીર અને રિયાઝ ઇકબાલ જુનેજાને અદાલતે ૧૭ હજારનો દંડ પણ ફટકાર્યો

મોરબી : મોરબીમાં અસંખ્ય ગુન્હા આચરી કાયદાના રક્ષક પોલિસ જવાન પર છરી વડે હુમલો કરનાર આરીફ ગુલમામદ મીર અને તેના સાગરીત રિયાઝ ઇકબાલ જુનેજાને નામદાર અદાલતે બે વર્ષની કેદ અને સત્તર હજારનો દંડ ફટકારતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text

આ કેસની વિગત જોઈએ તો મોરબી શહેરમાં સંખ્યાબદ્ધ ગુન્હા આચરનાર આરીફ ગુલમામદ મીર અને તેના સાગરીત રિયાઝ ઇકબાલ જુનેજાએ પોલીસ જવાન પર હુમલો કરીને છરીના ઘા ઝીકયા હતા જે અંગેનો કેસ ચાલી જતા નામદાર અદાલતે પોલીસ જવાનને છરી મારવાના કેસમા બંને આરોપીને બે વર્ષની જેલ અને સતર હજારનો દંડ ફટકાર્યો છે. જોકે નીચલી અદાલતે આપેલી સજા અંગે આરોપીના વકીલે ઉપલી કોર્ટમાં અપીલ કરતા હાલ પૂરતા બંને આરોપીને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આરોપી આરીફ ગુલમામદ મીર પર મોરબીમાં ચાલીસ થી વધુ ગુનોઓ નોંધાયા છે અને આઠેક માસ પુર્વે શનાળા રોડ પર તેના ભાઈ મુસ્તાક ગુલમામદ મીરને મોતને ધાટ ઉતારી સરજાહેર હત્યા થઈ હતી.

- text