વિરપર નાલંદા વિદ્યાલય ખાતે એન્ટી ડ્રગ્સ શિબિર યોજાઈ

- text


વિદ્યાર્થીઓને નશો કરવાથી થતા શારીરિક સામાજિક નુકશાન અંગે સમજ અપાઈ

મોરબી : મોરબી એસઓજી ટીમ દ્વારા નાલંદા વિદ્યાલય મોરબી ખાતે એન્ટી ડ્રગ્સ શિબિરનું આયોજન કરી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવાના ઉદાહરણ સાથે સમજ આપવામાં આવી હતી.

- text

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સામાજિક જાગૃતિ માટે એસઓજી ટીમ મોરબી દ્વારા વ્યસન મુક્તિ માટે એન્ટી ડ્રગ્સ અંગેની શિબિર વિરપર ખાતે આવેલ નાલંદા વિધાલય ખાતે યોજવામાં આવી હતી જેમાં આધિકારીઓ દ્વારા ડ્રગ્સ સહિતની નશા કારક ચીજોના વ્યસનથી થતા સામાજિક, પારિવારિક અને શારીરિક નુકશન અંગે વિદ્યાર્થી મિત્રોને આસન રીતે ઉદાહરણ સહિત સમજ આપવમાં આવી હતી.

આ તકે નાલંદા વિદ્યાલય ટ્રેસ્ટ દ્વારા ટીમ એસઓજી અને જિલ્લા પોલીસવાળાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text