હળવદમાં બિન અધિકૃત રીતે ટી સીરીઝ કંપનીની કોપીરાઈટ કરતો યુવાન ઝડપાયો

- text


હળવદ : ભવાની કોમ્પલેક્ષમા આયુશી સ્ટુડીયોમા ટી સીરીઝ કંપનીના ગીતોનો બિન અધિકૃત રીતે વેચાણ કરતો યુવાન ઝડપી લીધો હતો.

ટી સીરીઝ કંપની દરેક પ્રકારના ફિલ્મ,ભજન,લોકગીત,વાધ્ય સંગીતના સાઉન્ડ રેકોર્ડીગ,અને વિડીયો જેમા કોમ્પેક્ટ ડિસ્ક તથા વીસીડીનુ નિર્માણ કરે છે. તેમજ આવા ધ્વનિ અને દ્રશ્યના રેકોર્ડીગના હક્કો જયવિરસિહ સોલંકીએ લીધેલા છે.તેથી ટી સીરીઝ કંપનીના કર્મચારીને માહિતી મળી હતી કે હળવદ ભવાની કોમ્પલેક્ષમા આયુશી સ્ટુડીયોમા ટી સીરીઝ કંપનીના ગીતો,ભજન,લોકગીતો ,તેમજ બિન અધિકૃત રીતે કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગર કોપીરાઈટ થાય છે.આવી મોટા પ્રમાણમા થતી ચોરી અને ગેરકાનુની પ્રવૃતિથી ટી સીરીઝ કંપનીને સાથે સરકારને પણ ટેક્ષની મોટી આવક ગુમાવી પડે છે.આથી ટી સીરીઝ કંપનીના કર્મચારીઓએ હળવદ પોલીસ ને સાથે રાખી પીઆઈ સી એચ શુક્લ,મનુભાઈ ડાંગર,તેમજ સ્ટાફ દ્રારા હળવદ ભવાની કોમ્પલેક્ષમા આયુશી સ્ટુડીયોના ભાવેનભાઈ રણછોડભાઈ પરમારને ઝડપી લીધો હતો. અને કોપીરાઈટના ઉલ્લઘન એક્ટ મુજબ ફરીયાદ નોંધાવી છે. અને ગુનો નોંધી સીપીયુ ,કોમ્પયુટર સહિત કુલ વીસ હજારનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણ સરની કાયૅવાહી હાથ ધરવામા આવી હતી.

- text

- text