મોરબીમા પુસ્તક વેચતા ગરીબ બાળકોના તમામ ચોપડા ખરીદી  યુવાનો એ દાખલો બેસાડ્યો

- text


મોરબી : મોરબીમાં પુસ્તકો વેંચતા ગરીબ બાળકોની મહેનત જોઈ જાગૃત યુવાનો દ્વારા ગરીબ બાળકોના નેની ઉંમરે મહેનતના રસ્તે કમાણી કરતા જોઈ તમામ પુસ્તકો ખરીદી લઈ બાળકોને કમાણી કરાવી હતી.

મોરબીમા મોટાભાગે રૂપીયા અને ભીખ માંગતા બાળકો નજરે પડે છે પરંતુ જુના બસ્ટેન્ડ નજીક ગઈકાલે બપોરના સમયમા બે ગરીબ બાળકો પોતાના ઘરનુ ગુજરાન ચલાવવા અને પેટ ભરવા માટે પુસ્તકો વેચતા પંકજભાઈને નજરે પડતા પંકજભાઈએ આ વાત નજીકમા જ ઈલેક્ટ્રીકનો વ્યવસાય કરતા તેના મિત્રો ગૌરાંગભાઈ અને રાજુભાઈને કરતા બહોળુ વર્તુળ ધરાવતા મિત્રોએ ભેગા થઈ અને આ બાળકોના તમામ ચોપડા ઓ ખરીદી લઈ ઉદારતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

- text

વધુમાં મહેનત એ જ કમાણીનો શ્રષ્ઠ રસ્તો છે એ સાબીત કરતા નાના ભુલકાઓને જમાડી અને દાખલો બેસડ્યો હતૉ અને ભીખ માગતા મોટી ઉમર ના લોકો પણ આ રીતે ગુજરાન ચલાવી શકે છે એવુ આ ગરીબ બાળકો એ સાબીત કરી દિધુ હતુ ગૌરાંગભાઈ અને રાજુભાઈ સહીત ના મિત્રોએ આ બાળકો ના ઉત્સાહને સલામ કરી હતી

- text