મોરબી બાર એસોસિએશનના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં પ્રમુખ પદે જીતુભા જાડેજા ચૂંટાયા

ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટે પણ ભારે રસાકસી : ૧૫૪ વકીલોએ કર્યું મતદાન

મોરબી : મોરબી બાર એસોસિએશનન પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે શુક્રવારે યોજાયેલ ચૂંટણી જંગમાં ૧૭૬ થી વધુ વકીલ મતદારો પૈકી ૧૫૪ વકીલોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણી જંગમાં પ્રમુખ પદે જીતેન્દ્રસિંહ જાડેજા, જયારે ઉપપ્રમુખ પદે મનીષ જોશી, આ ઉપરાંત સેક્રેટરી તરીકે બી.બી. હડીયલ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે કાસમભાઈ ભોરિયા ચૂંટાયા હતા.
આમ, મોરબી બાર એસોસિએશનની ચૂંટણી જંગમાં ભારે રાસકાસીને અંતે પ્રમુખ પદે જીતેન્દ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદે મનીષ જોશી વિજેતા બનતા વકીલ મંડળ તરફથી ચૂંટાયેલા તમામ હોદેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.