મોરબીમાં ભાજપ-કોંગ્રેસની હાર-જીતમાં લાગી કરોડોની શરતો

- text


સામાન્ય શ્રમિકથી લઈ રાજકીય નેતાઓએ લગાવી હારજીતની બાજી

મોરબી અપડેટ : બોલો… મોરબીમાં કોંગ્રેસ આવે છે… ના ભાજપ ૭૦૦૦ મતની લીડ થી આવે છે ! ના… તો લાગી લાખ-લાખ ની… ભાજપ આવે તો…આપણે એક ના ત્રણ દેવા… મોરબી શહેરથી લઈ ગ્રામ્યકક્ષાએ ઠેર-ઠેર હાલ એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને શ્રમિક થી લઈ ધનિકવર્ગ સુધીના પોત/પોતાની કેપિસિટી મુજબ દાવ લગાવી રહ્યા છે એ જોતાં ભાજપ જીતે કે કોંગ્રેસ પણ લોકો નાણાંની મોટી હાર-જીત કરી નાખશે.

વિધાનસભા ચૂંટણીમાં સોમવારે ફેસલાની ઘડી છે ત્યારે મોરબી જિલ્લામાં ૯ મીએ મતદાન પૂર્ણ થયા બાદ બીજા દિવસથી જ શરતોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેમાં સૌથી મોટા દાવ ટંકારા-પડધરી અને મોરબી- માળીયા બેઠક ઉપર લાગ્યા છે. ઉપરોક્ત બન્ને બેઠકોમાં સટાબજારમાં જે ભાવ લાગ્યા હોય એ પરંતું શરતબાજીની બજારમાં બન્ને બેઠકોના ભાવ લાગ્યા છે તે જોતા આખી સટ્ટાબજાર પણ ટૂંકી પડે તેમ છે.

- text

મોરબી શહેરમાં ચોરેને ચૌટે, પાનના ગલ્લે, હેરસલુંન કે ચાની કીટલી જ્યાં પણ ઉભા રહો કોણ જીતશે ? કોણ હારશે ? એક જ ચર્ચા ચાલી રહી છે.

દરમિયાન અંતરંગ વર્તુળોમાંથી જાણવા મલતી વિગતો મુજબ ચૂંટણી પરિણામની શરતો જીતવામાં મોરબીમાં શ્રમિકવર્ગથી લઈ ધનિકો અને રાજકીય લોબી પણ બાકાત નથી, લાતીપ્લોટમાં રેકડી ચલાવતા શ્રમિકે હાર-જીતની શરતમાં ૧૧ હજારનો દાવ માંડ્યો છે તો એક ધનપતિએ ખુલમખુલ્લાં એક ના ત્રણ ગણા ચુકવવાની શરતે દાવ લગાવ્યો છે તો અનેક લોકોએ લાખો રૂપિયા ભાજપ-કોંગ્રેસની હરજીત માટે લગાવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.

જો કે મોરબીની તાસીર અને નાણાંની રેલમછેલને કારણે સાતમ-આઠમ હોય કે હોળી હોય કે પછી ભીમ અગિયારસ અહિ તો બસ જુગાર રમવાનો મોકો જ જોઈએ એમા પણ આ તો ચૂંટણી પછી બાકી જ શુ રહે !!!

- text