મોરબી એસટી ડેપોને વોચમેનની પ્રામાણિકતા

- text


પૈસા ભરેલી બેગ અને અગત્યના ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા

મોરબી : મોરબી એસટી ડેપોમાં વોચમેનની ફરજ બજાવતા જયપાલસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડી નાણાં ભરેલી બેગ અને ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા હતા.

જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રે નોકરી દરમિયાન જયપાલસિંહ પી.જાડેજાને એક બેગ મળતા તુરત જ મોરબી ડેપો મેનેજર એ.પી.કરમટાને જાણ કરી હતી. આ બેગમા રોકડ રકમ રૂ.૭૨૦૦૦ અને અન્ય દસ્તાવેજી પુરાવા હોય તુરત જ મૂળ માલિકને જાણ કરવામાં આવી હતી.

- text

અને મૂળ માલિકને તુરત જ આ બાબતની જાણકારી આપી ડેપો મેનેજર એ.પી.કરમટાએ બેગ પરત કરી હતી.વધુમાં આ મામલે અમદાવાદ વિભાગીય અધિકારીને જાણ કરી પ્રામાણિકતા દાખવનાર કર્મચારીને પ્રોત્સાહિત કરવા પત્ર લખવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોરબીના એસટી અંગે ના જાગૃત કાર્યકર પી.પી.જોશીએ પણ જયપાલસિંહ જાડેજાની કામગીરીને બિરદાવી હતી.

- text