મોરબીમાં બીબીએના રિઝલ્ટમાં ડંકો વગાડતી પી.જી.પટેલ કોલેજ

મોરબી : મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષથી વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી શિક્ષણ આપતી પી.જી.પટેલ કોલેજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીબીએ સેમ-૫ ની પરીક્ષામાં ડંકો વગાડયો છે.ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં મોરબી જિલ્લામાં પ્રથમ આવેલા પાંચે-પાંચ વિધાર્થીઓ પી.જી. પટેલ કોલેજના છે.

મોરબી જિલ્લામાં ઝળહળતું પરિણામ લાવનાર પી.જી.પટેલ કોલેજના પાંચ વિદ્યાર્થીમાં મુમિયા શોએબ, પાટડીયા પ્રિયંક, નિમાવત નીરજ, વાગડીયા રાજન અને પિત્રોડા શિવાંગનો સમાવેશ થાય છે.

પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ કોલેજના આદ્યસ્થાપક દેવકરણભાઈ, જતીનભાઈ, પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ તથા કોલેજ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનન્દન પાઠવ્યા હતા.