મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝની ફાઈટ અગેઇન્સ ફ્રોડ ટીમ દ્વારા ૧૨.૪૦ કરોડની સફળ ઉઘરાણી

FAF ની ટીમ દવારા 100 કરોડ ના ‘C – Form’ની પણ વસુલાત

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગકારોને શીશામાં ઉતારનાર ફ્રોડ વેપારીઓ પાસેથી ઉઘરાણી કરવા રચાયેલ એફએએફ ગ્રુપ દ્વારા સીરામીક ઇન્ડસ્ટ્રીઝના બાકી નીકળતા ૧૨.૪૦ કરોડની ઉઘરાણી કરવાની સાથે ૧૦૦ કરોડના સી- ફોર્મની પણ ઉઘરાણી સફળતા પૂર્વક કરવામાં આવી છે.

FAF (Fight Against Fraud) ની રચના મોરબી સિરામીક અશોસિયસન ના એક વિચાર ઊપર થી થયેલ હતી. સિરામીક કંપની સાથે થતા cheating ને અટકાવવા માટે આ FAF ની રચના કરેલ હતી.

FAF ના વિચાર ને અમલ કરવા શરુઆત ના સમય મા ખુબ મોટી ચેલેનજ હતી કારણકે જે વેપારી સાથે co ordinate કરવાનુ હતુ એ સીરામીક કંપનીઓએ જાહેર કરેલા black list વેપારીઑ હતા પણ અશૉસિયન નો નિર્ણય અને professional system ને લિધે આ વિચારને હકિકત મા રજુ કરી શકેલ છે.

આ ઝુંબેશ મા લગભગ 440 થી વધુ કંપની જોડાયેલ છે. લગભગ 20 મહિના ની અંદર FAF ની ટીમે “100 કરોડ ના C – Form” અને “12 કરોડ 40 લાખ રુપિયા” વસુલ આજ રોજ તા. 15 -Dec- 2017 ના રોજ કરેલ છે. જે બદલ FAF ની ટીમ હષઁ ની લાઞણી અનુભવે છે અને મોરબી સિરામીક અશૉસિયન અને FAF ના મેમ્બર કંપની નો આભાર વ્યકત કરે છે.

આ FAF ની રચના થી બાકી રહેલા રુપિયા ની તો વસુલાત થઈ છે પણ સાથે સાથે ભારતભરના વેપારીઓના મગજમા સિરામીક કંપનીનો એક અલગ જ ભય બેસી ગયેલ છે જેથી કરીને હવે આ cheating ઓછુ થયેલ છે જે આવતા સમય મા 100% બંધ થઇ જાશે એવી અમો ખાત્રી ટીમ દ્વારા આપવામાં આવી હતી.