બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી મોરબી એલસીબી

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસે આજે વાંકાનેર પોલીસ મથકના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ આજે પેરોલ ફલો સ્ક્વોડના એ.એસ.આઇ હીરાભાઈ ચાવડા અને હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજાએ બાતમીને આધારે મોરબી ત્રિકોણબાગ પાસેથી વાંકાનેરના પ્રોહીબિશનના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી મનીષ દેવાભાઈ ગણાવા ઉ.૨૫ રે.હાલ આનંદ પેપરમિલ, દરિયાલાલ રિસોર્ટ સામે રફાળેશ્વર.મૂળ સેજવાળા તા.ભાભરા મધ્યપ્રદેશવાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text