મોરબીના લક્ષ્મીનગર નજીક તુફાન- ટ્રક વચ્ચે અકસ્માત : ૧૧ ઘાયલ

- text


રાપર કચ્છથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માનતા પુરી કરવા જતાં સમયે બની ઘટના

મોરબી : કચ્છના રાપર તાલુકાના કરુવાડ,ખીરાઇ સહિતના ગામેથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માનતા પુરી કરવા જઈ રહેલા કોળી પરિવારની તુફાન જીપને મોરબીના લક્ષ્મીનગર નજીક અકસ્માત નડતા પાંચ બાળકો સહિત ૧૧ લોકોને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જાણવા મળ્યા મુજબ રાપર તાલુકાના કારુવડ ગામે રહેતા કોળી પરિવારના બાળકનું નામ પાડવા માટે આજુબાજુના ગામમાં રહેતા સગાવહાલાઓ સાથે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા અને માનતા પુરી કરવા આવતા હતા ત્યારે લક્ષ્મીનગર નજીક એક ટ્રેલર રોંગ સાઈડમાં આવી કોળી પરિવારની તુફાન જીપ સાથે અથડાયું હતું અને આ અકસ્માત સર્જાયો હતો.

- text

આ અકસ્માતમાં બબીબેન કરમશીભાઈ ઉ.૫૦ રે હંજીયાસર, વર્ષાબેન ભીખાભાઇ,ઉ.૮ રે.હંજીયાસર, દક્ષાબેન હીરાભાઈ ઉ.૧૫, રે.રાપર, સંતોકબેન જગદીશભાઈ,ઉ.૩૫ રે.ખારોલ, ભચાઉ, મનાબેન કાનાભાઈ ઉ.૪૦ રે ઝરાસ, સુરેશભાઈ કાનાભાઈ,ઉ.૯, જગદીશ બાબુભાઇ કોળી,ઉ.૪૦, પપ્પુ માવજીભાઈ કોળી,ઉ.૧૫ રે.ખીરાઇ, ગંગાબેન નારણભાઇ ઉ.૬૦ કરુવાડ, અમરતબેન સામતભાઈ,ઉ.૪૦ રે.રાપર, માવજીભાઈ નારણભાઇ કોળી, ઉ.૪૦, કારુવાડ સહીત પાંચ બાળકોને નાના મોટી ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે.

- text