ક્યુટોન સીરામીક ફેકટરીમાં ટાઇલ્સની ડિઝાઇન ચોરાઈ : પોલીસ ફરિયાદ

- text


વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર અપડેટ : વાંકાનેર તાલુકામાં આવેલ ક્યુટોન સીરામીક ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા કંપનીની રજીસ્ટર્ડ થયેલી ડિઝાઈનની કોમ્યુટર હાર્ડડિસ્કમાંથી ચોરી કરવામાં આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં આવેલ ક્યુટોન સીરામીક ફેકટરીના માલિક જગદીશભાઈ કુંવરજીભાઇ દલસાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તેમની ફેકટરીમાં કામ કરતા વાઘેલા શશીકાંત લાલજી અને જયેશ જેક્શનભાઈ નામના બોપલ અમદાવાદ અને ચાંદખેળા ખાતે રહેતા કર્મચારીઓ વિરુદ્ધ કંપનીના કોમ્પ્યુટર હાર્ડડિસ્કમાંથી ટાઇલ્સની ડિઝાઇન કોપી કરી ચોરી કરતા ફરિયાદ નોંધાવી છે.

આ મામલે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text