મોરબીમાં ઇવીએમ અને વિવિપેટમાં વોટિંગ વિડીયો વાઇરલ

- text


મોરબી : મોરબી- માળીયા વિધાનસભા બેઠકમાં આજે પ્રથમ તબક્કામાં થઈ રહેલા મતદાન સમયે જ અજાણ્યા શખ્સે મતકુટિરનો વીડિયો વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળ્યા મુજબ આજે સવારે મતદાન શરૂ થયા ગણતરીની કલાકોમાં જ મોરબી શહેરમાં સોસીયલ મીડિયામાં મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં વોટ કરતી વખતેનો વિડિયો કોઈ અજાણ્યા ઇસમ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો છે જેમાં ઇવીએમમાં વોટિંગ અને વિવિપેટમાં નીકળતી કાપલી બતાવવામાં આવી છે.

- text

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે ચૂંટણીપંચના આદેશ મુજબ મતદાન મથકમાં મોબાઈલ લઇ જવા મનાઈ કરવામાં આવી છે છતાં મોરબીમાં મત કુટિર ની અંદર નો વિડિયો કેવી રીતે ઉતર્યો અને કોણે વાયરલ કર્યો તે તપાસ માંગી લેતો વિષય છે.

- text