મોરબીના ૧૫૦૦ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરતા લો કોલેજના વિદ્યાર્થીઓ

- text


મોરબી : મોરબી નવયુગ લો કૉલેજ ના વિદ્યાર્થીઓ એ ગરીબ પરીવાર ના બાળકો ને કાયદા અને શિક્ષણનો સબંધ સમજાવી જરૂરો ચીજ વસ્તુઓ ની કીટ નુ વિતરણ કર્યુ હતુ.

મોરબી મા નવયુગ લૉ કૉલેજ ના વિદ્યાર્થીઓ એ લો કૉલેજ ના લેકચર્ર ડૉ.ઝાલા સાહેબ અને ડૉ.હેતલ ઉનડકટ ની આગેવાની હેઠળ શહેર ના ઈન્દીરા નગર,વીસીપરા ત્થા મણીમંદીર સહીત ના વિસ્તારો મા જઈ કાયદામા બંધારણા હેઠળ કરવામાં આવેલ શિક્ષણ પુરપાડવાની જોગવાઈઓ અને ગૌરવપુર્ણ જીવન જીવવાના અધિકારનુ ઉંડાણ પુર્વક જ્ઞાન આપી પેન્સીલ, પેન , સ્કુલબેગ, ચોપડાનું વિતરણ કરવામા આવ્યુ હતુ.

- text

આ તકે છેવાડા ના વિસ્તારો ના ગરીબ બાળકો ને ગરમ કપડાઓ નુ વિતરણ પણ કર્યુ હતુ જેનો લગભગ ૧૫૦૦ જેટલા ગરીબ પરીવાર ના બાળકો એ લાભ લીધો હતો, આ ઉપરાંત તમામ બાળકો ના વાલીઓ ને પણ કાયદાનુુ જ્ઞાન આપવામાં આવ્યુ હતું.

- text