આગામી સિરામિક એક્સ્પો 2018નું બ્રોશર લોન્ચ કરતી એક્ટ્રેસ અમિષા પટેલ

- text


6થી 9 ડિસેમ્બર 2018 યોજાશે સિરામિક્સ 2018 (વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટ 2018) : પ્રથમ અને દ્વિતીય વાઈબ્રન્ટ સીરામિક એક્સ્પોને જબરદસ્ત પ્રતિસાદ સાપડતા આગામી એક્ષપોની જાહેરાત

ગાંધીનગર : વાઈબ્રન્ટ સિરામિક એક્સપોના આજે ચોથા દિવસે પણ બાયરો અને મુલાકાતીઓનો ઘસારો યથાવત રહ્યો હતો. જયારે એક્ષપોનો ત્રીજા દિવસે ક્લચર ઇવેન્ટમાં અનેક નામી કલાકારોની હાજરીની વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ આગામી સિરામિક્સ 2018 (વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટ 2018)નું એક્ટ્રેસ અમિષા પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આગામી સિરામિક્સ 2018 (વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટ 2018) 6થી 9 ડિસેમ્બર 2018 યોજાશે.

મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા વર્ષ ૨૦૧૬માં મોરબીની સિરામિક પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ પૂરું પાડવા અમદાવાદ ખાતેથી વાઈબ્રન્ટ સિરામિક સમિટનો પ્રારંભ કરાતા પ્રથમ વર્ષે જ દેશ અને વિદેશના બાયરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સપડતા આ વર્ષે ગાંધીનગર એક્ઝિબિશન ખાતે ચાર દિવસીય વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૭ યોજવામાં આવી છે જેને ગતવર્ષ કરતા પણ અનેક ગણો વધુ પ્રતિસાદ મળ્યો છે અને હજારોની સંખ્યામાં વિશ્વના ૮૫ કરતા વધુ દેશોમાંથી બાયર્સ મહેમાન બન્યા છે અને મોરબીના સિરામિક ઉદ્યોગના હિતમાં અનેકવિધ એમઓયુ પણ સાઈન થયા છે.

- text

દરમિયાન વાઈબ્રન્ટ સિરામિક એક્સપોના ત્રીજા દિવસે બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ ખાસ મહેમાન બન્યા હતા અને આગામી સિરામિક્સ 2018 (વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટ 2018)નું તારીખ 6,7,8 અને 9 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરી આયોજકો દ્વારા અમિષા પટેલના હસ્તે આગામી વર્ષે યોજાનાર સિરામિક્સ 2018 (વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટ 2018)ના બ્રોસરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આગામી વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૮ અંગે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ સર્વશ્રી કે.જી.કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, પ્રફુલભાઈ દેત્રોજા, કિરીટભાઈ પટેલ, અને ઓકટાગોન કોમ્યુનિકેશનના સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ અને બીજા વાઈબ્રન્ટ સિરામિક એક્સપોને મળેલી અનેરી સફળતા જોતા મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝના હિતમાં આગામી વર્ષે 2018માં આ વર્ષ કરતા પણ જોરદાર એક્સ્પો યોજવા નક્કી કર્યું છે અને આગામી સિરામિક્સ 2018 (વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટ 2018)નું તારીખ 6,7,8 અને 9 ડિસેમ્બરે યોજવામાં આવનાર હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું હતું. જયારે એક્સપોના ત્રીજા દિવસે રાત્રીના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોમ્બે વાઇકિંગ ફેમસ નીરજ સહિતના નામી સિંગરો અને સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ રંગીલા સહિતના કલાકારોએ મનોરંજન પૂરું પડ્યું હતું.

 

- text