વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં અંતિમ દિવસે એમઓયુ સાઈન કરતું શ્રીલંકા

- text


શ્રીલંકાના બાયર્સોને પડતી મુશ્કેલી દૂર કરવા અને ડંપીગડ્યુટી સહિતના પ્રશ્નનો નિરાકરણ કરવા નોડલ એજન્સી બનાવશે

ગાંધીનગર:વાઈબ્રન્ટ સિરામિક સમિટના અંતિમ દિવસે આજે ભારતમાંથી મોટા પ્રમાણમાં ખરીદી કરતા દેશ એવા શ્રીલંકા સાથે મહત્વના એમઓયુ સાઈન થયા છે જેમાં શ્રીલંકન બાયર્સને પડતી મુશ્કેલી દૂર કરવા નોડલ એજન્સી બનાવી બન્ને દેશની સરકાર સમક્ષ રજૂઆત કરવા નક્કી કરાયું હતું.

વિશ્વના સૌથી મોટા વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭માં લગભગ વિશ્વના ૮૫ દેશના પ્રતિનિધિઓ મુકાકતે આવ્યા છે ત્યારે અગાઉ રોમાનિયા, ઓમાન, વિયેટનામ સહિતના દેશો સાથે જુદા-જુદા એમઓયુ સાઈન થયા બાદ આજે ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીઝ શ્રીલંકાના પ્રતિનિધિ મંડળ અને મોરબી સીરામીક એસોસિએશન સાથે મહત્વના એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને શ્રીલંકાના બાયર્સને શ્રીલંકામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં બંને સંસ્થાઓ એક-મેકની સરકારને અસરકારક રજુઆત કરશે ઉપરાંત ડંપીગ ડ્યુટી મામલે પણ રજુઆત કરવા નક્કી કરાયું હતું.
આ ઉપરાંત એમઓયુમાં ટાઇલ્સ ક્વોલિટી અને અન્ય બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે શ્રીલંકા મોટો બાયર દેશ છે અને મોરબીની સીરામીક પ્રોડક્ટની ડિમાન્ડ પણ ખૂબ જ સારી છે પરંતુ ખાસ કરીને સપ્લાય અને બન્ને દેશની સરકારની નીતિ બાધારૂપ બનતી હોય એ એમઓયુ થકી બન્ને દેશ વતી એક નોડલ એજન્સી તમામ હરડલ્સનો ઉકેલ લાવવા કામગીરી કરશે.

મોરબી સીરામીક એસોસિએશન અને ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ શ્રીલંકા વચ્ચે થયેલા આ એમઓયુ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન વતી કે.જી.કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, ઓકટાગોન કોમ્યુનિકેશનના સંદીપ પટેલ અને વિશાલ આચાર્ય સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

- text