વાઈબ્રન્ટ સિરામિક એવોર્ડ સેરેમની : જુદી જુદી કેટેગરીમાં કલાકારોના હસ્તે એવોર્ડ એનાયત કરાયા

- text


વિજેતા ઉદ્યોગકારોને બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ સહિતના કલાકારોના હસ્તે એવોર્ડ અપાયા

ગાંધીનગર : વિશ્વના સૌથી મોટા વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં આયોજકો દ્વારા જુદી-જુદી ૧૧ કેટેગરી નક્કી કરી એવોર્ડ આપવમાં આવે છે જેમાં આજે ત્રીજા દિવસે સિરામિક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલના હસ્તે એવોર્ડ આપવમાં આવ્યા હતા.

વાઈબ્રન્ટ સિરામિ એક્સપોમાં બેસ્ટ સ્ટોલ ઓફ ધ એક્સ્પો એવોર્ડ શ્રી અંબિકા ડેકો ને, બેસ્ટ ઇનોવેટિવ સ્ટોલ કેટેગરીમા રોયલ ટચ વિટરીફાઇડ પ્રાઇવેટ લીમીટેડને,આઈ કેચર ઓફ ધ એક્સ્પો એવોર્ડ સ્ટારકો સીરામીકને અને બેસ્ટ ડિસ્પ્લે ઓફ પ્રોડક્ટ કેટેગરી એવોર્ડ ઇ-સ્ટુડિયોને આપવામાં આવ્યો હતો.

જ્યારે બેસ્ટ સ્ટોલ ઓફ એક્સ્પો એવોર્ડ ડુબોન્ડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, આઈ કેચર ઓફ ધ એક્સ્પો એવોર્ડ ઈરોઝ સેનેટરી, બેસ્ટ ડિસ્પ્લે ઓફ પ્રોડક્ટ કેટેગરીમાં પર્કોસ ટાઇલ્સ અને આઈ કેચર ઓફ ધ એક્સ્પો એવોર્ડ કલર ગ્રેનેટોને આપવમાં આવ્યો હતો.

- text

આ ઉપરાંત મેક્સિમમ વેરાયટી ઇન પ્રોડક્ટ કેટેગરીમાં શ્રી અંબિકા ડેકો પ્રિન્ટ, બેસ્ટ સીએસઆર એક્ટિવિટીમાં ક્યુબો સીરામીક અને સેનિટરીવેર્સ કેટેગરીમાં ઓવરઓલ બેસ્ટ પર્ફોર્મર એવોર્ડ સેરા સેનીટરીવેર્સને નિકિતા ગાંધી અને નીરજ શ્રીધરના હસ્તે આપવામાં આવ્યો હતો.

જ્યારે બેસ્ટ સ્ટોલ ઓફ ધ એક્સ્પો એવોર્ડ લેક્સેસ ગ્રેનેટો પ્રાઇવેટ લિમિટેડ, બેસ્ટ ઇનોવેટિવ સ્ટોલ એવોર્ડ ક્યુટોન સીરામીક, બેસ્ટ ડિસ્પ્લે ઓફ પ્રોડક્ટ એવોર્ડ મોટો ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બેસ્ટ ઇનોવેટિવ સ્ટોલ એવોર્ડ સનહાર્ટ ટાઇલ્સને બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલના હસ્તે આપવમાં આવ્યા હતા.

એન્ટરટેઇન્મેન્ટ ઇવનિંગ અંતર્ગત એવોર્ડ સેરેમનીમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા,નિલેશભાઈ જેતપરિયા, ઓકટાગોન કોમ્યુનિકેશનના સંદીપ પટેલ, વિશાલ આચાર્ય, દેવાંગ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા અને દેશ-વિદેશના મહેમાનોએ મનોરંજક નાઇટ્સને મનભરીને માણી હતી.

- text