મોરબીમાં જય ખોડિયાર મિત્ર મંડળની ઓફીસમાં પોલીસનો દરોડો

- text


સીઆઇડી ક્રાઈમની સુચનને પગલે દરોડો : કોમ્પ્યુટરર, ગ્રાહકોના રેકોર્ડ રજીસ્ટર, પેનડ્રાઇવ સહિતની વસ્તુંઓ જપ્ત

મોરબી: સીઆઈડી ક્રાઈમે આપેલ સુચનાને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગ્રાહકોને લોભામણી સ્કીમની જાહેરાત કરી ખાડામાં ઉતારનાર જય ખોડીયાર મિત્ર મંડળ ની ઓફીસ પર દરોડો પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી, રાજકોટ, અમદાવાદ સહીતના શહેરોમાં આજ થી એક વર્ષ એટલે કે વર્ષ 2016 મા જય ખોડીયાર મિત્ર મંડળ (JKMM) નામની સંસ્થા દ્વારા અસંખ્ય લોકો ને લોભામણી સ્કીમની લાલચમાં લાખો ના ખાડા મા ઉતારી દેવાયા ની સીઆઈડી ક્રાઈમા ફરીયાદ થઈ હતી.

જેમા સીઆઈડી ક્રાઈમ દ્વારા આ કોભાંડ ના માસ્ટર માઈન્ડ રાજુ મેવાડા ની ધરપકડ કરી હતી અને ગઈકાલે સીઆઈડી ક્રાઈમે મોરબી એ ડિવીઝન પોલીસને આપેલ સુચના મુજબ એ ડિવીઝન પોલીસ મથક ના ડીસ્ટાફ ના પીએસઆઈ એમ.વી.પટેલ, કિશોરભાઈ, રસીકભાઈ, શક્તિસિંહ સહીત ના સ્ટાફે વાવડી રૉડ પર આવેલ મોરબી ની જય ખોડીયાર મિત્ર મંડળ (JKMM) ની ઓફીસ મા રેડ કરી હતી.

- text

આ રેડ દરમ્યાન એ ડિવીઝન પોલીસ ને ઓફીસમાંથી કોમ્યુટર, સીપીયુ, પેનડ્રાઈવ, ગ્રાહક રેકર્ડ રજીસ્ટર, ઈનામી જાહેરાત ના સ્ટીકરો જેવી ચીજ વસ્તુઓ હાથ લાગી હતી જેને પોલીસે સીલ કરી સીઆઈડી ક્રાઈમને મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે.

- text