વાઇબ્રન્ટ સીરામીક એક્સપોમાં લિઓલી કંપનીની 5.5 X10 ફૂટની ટાઇલ્સ બની આકર્ષણનું કેન્દ્ર

- text


ભારત પહેલીવાર બનશે સાડાપાંચ ફૂટ બાય ૧૧ ફૂટની ટાઇલ્સ : ઇટાલી સ્પેનને પછાડવા લિઓલી સિરામિક સજ્જ

ગાંધીનગર : ગાંધીનગરમાં યોજાઈ રહેલા વિશ્વના સૌથી મોટા સિરામિક એક્સપો વાઇબ્રન્ટ સિરામિક એક્સપોમાં લિઓલી કંપનીની 5.5 X10 ફૂટની ટાઇલ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇટાલી અને સ્પેનની સિરામિક ટાઇલ્સને ટક્કર આપવા ભારતના અને ખાસ કરીને મોરબીના સિરામિક ટાઇલ્સ ઉધોગે કમર કસી લીધી છે આગામી જાન્યુઆરી માસથી મોરબીની લિઓલી સિરામિક કંપની સાડા પાંચ ફૂટ બાય સાડા અગિયાર ફૂટની વિશાળ કદની ટાઇલ્સ બજારમાં મુકશે.

- text

મોરબીમાં 225 કરોડના રોકાણ સાથે ટુક સમયમાં આવી રહેલી લિઓલી સિરામિક નામની કંપની લિઓલી બ્રાન્ડ સાથે ટુક સમયમાં જ સ્પેન અને ઇટલીની મોનોપોલિ તોડવા સજ્જ બની છે. આ કંપનીના યુવા ડાયરેક્ટરો હિતેશ દેત્રોજા અને મનીષ ગદારએ મોરબી અપડેટની ટિમ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની કંપની આવનાર જાન્યુઆરી માસથી લિઓલી ટાઇલ્સના બ્રાન્ડ સાથે ૫.૫×૧૧ ફૂટ સ્લેબ ટાઇલ્સ એટલે કે અત્યાર સુધીની સૌથી મોટી સાઈઝની ટાઇલ્સ બનાવવાની શરૂઆત કરી માર્કેટમાં મુકશે. હાલ વાઇબ્રન્ટ સિરામિક એક્સપોમાં લિઓલી કંપનીના સ્ટોલમાં આ ટાઇલ્સ ડિસ્પેલમાં મુકવામાં આવી છે.જે સ્થાનિક સહિત વિદેશી બાયરોનું આકર્ષકનું કેન્દ્ર બની છે.

- text