મોરબી તાલુકા પોલિસે ૭૦ બોટલ દારૂ સાથે કાર પકડી

- text


બેલા આમરણ નજીક તાલુકા પોલીસે ૨,૭૧૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો

મોરબી:મોરબી તાલુકા પોલીસે બેલા આમરણ રોડ નજીકથી વિદેશી દારૂની ૭૦ બોટલ સહિત ૨,૭૦ લાખનો મુદામાલ જપ્ત કરતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ નોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ચેકીંગમાં હતા ત્યારે બેલા આમરણથી ફડસર જવાના રસ્તે એક એસન્ટ કાર અને હોન્ડા ચકક શંકાસ્પદ હિલચાલ કરતા માલુંમ પડતા પોલીસે વાહન ઉભું રાખતા બન્ને નાસવા લાગ્યા હતા અને રેઢી પડેલી એસન્ટ કારની તલાશી લેતા કારમાંથી જુદી-જુદી બ્રાન્ડનો દારૂ ૭૦ બોટલ માલી આવ્યો હતો અને કારની કિંમત૨.૫૦૦૦૦ માલી કુલ ૨૭૦૦૦૦ મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

- text

પોલીસની આ સફળ કામગીરી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલ,આર.એ.જાડેજા,એ.એમ.રાવલ,એ.વી.ગોંડલીયા તથા ડી.સ્ટાફના માણસોએ સાથે મળી કરી હતી.

- text