માળીયા : નાની બરાર ગામે ગેરકાયદેસર પેટ્રોલ ડિઝલનો જથ્થો ઝડપાયો

- text


માળીયા મિયાણા પોલીસ મથક પીએસઆઈ જે.ડી.ઝાલા , દાઉદભાઈ સુમરા, મહીપતસિંહ, જયદેવસિંહ મનસુખભાઈ સહીતનો સ્ટાફ માળીયા મિયાણાના ગામડામા પેટ્રોલીંગમા હતા એ દરમ્યાન માળીયા મિયાણા તાલુકાના નાનીબરાર ગામના જાપા પાસે આવેલ ઓરડીમા કંઈક શંકાસ્પદ જણાતા આ ઓરડી દશરથ જસાભાઈ હુંબલ રહે.મોટી બરાર વાળાની હોય પંચો ને સાથે રાખી આ ઓરડીની તલાસી લેતા બે બેરલ ભરેલ પ્રવાહી મળી આવ્યુ હતુ જેમા ઉડાણપુર્વક તપાસ કરતા એક બેરલ મા રૂપીયા 12400 ની કિંમત નુ 200 લીટર ડિઝલ અને બીજા બેરલ મે રૂપીયા 22600 ની કિંમત નુ 150 લીટર પેટ્રોલ મળી આવતા આ જથ્થો ગેરકાયદેસર હોવાનું જણાતા આ ઓરડી નો માલીક દશરથ જસાભાઈ હુંબલ નાસી છુટતા માળીયા મિયાણા પોલીસે દશરથ હુંબલ વિરુદ્ધ આઈપીસી કલમ 102 મુજબ ગુનો દાખલ કરી આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text