મોરબી : વાહન ચેકિંગમાં 10 લાખની રોકડ ઝડપાઇ : આઇટી વિભાગને જાણ કરાઈ

- text


મોરબી : વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને હાઇવે પર ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરી પોલીસ અને ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવું રહ્યું છે. ત્યારે વાહન ચેકિંગ દરમિયાન મોરબી રાજકોટ હાઈવે પરથી ૧૦ લાખની રોકડ રકમ સાથે બે લોકો ઝડપાયા બાદ આ મામલે બંને શખ્સો કોઈ સંતોષકારક જવાબ ના આપી સકતા પોલીસ દ્વારા રોકડ ઝાપટ કરી આઈટી વિભાગને જાણ કરવામાં આવી છે.

- text

મોરબી પોલીસની ટીમે અજંતા ફેક્ટરી નજીક રાત્રીના ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરતી હોય જે દરમિયાન પસાર થતી કાર નં જીજે ૦૩ એફએક્સ ૨૭૬૨ નંબરની કારને રોકીને ચેકિંગ કરતા કારમાંથી ભારતીય બનાવટની ૧૦ લાખની ચલણી નોટો મળી આવી હતી જે મામલે કારમાં સવાર હિતેન્દ્ર મગનભાઈ ભીમાણી રહે. જોડિયા અને તેની સાથે સવાર અન્ય શખ્શની પૂછપરછ કરતા રોકડ રકમ અંગે કોઈ અંદર પુરાવા કે સંતોષકારક જવાબ નહિ આપી શકતા એ ડીવીઝન પોલીસે ૧૦ લાખની રોકડ સાથે બંનેની અટકાયત કરીને આ મામલે આઈટી વિભાગને જાણ કરવામાં આવી છે.

 

- text