આગામી વિધાનસભા ચૂંટણીમાં લોહાણા સમાજને ૧૦ ટીકીટ ફાળવવા માંગણી કરતા મોરબી લોહાણા અગ્રણી

- text


મોરબી લોહાણા યુવા અગ્રણી નિર્મિત કક્કડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના અગ્રણી ડો. આર. વેંકેટરામાન સાથે મુલાકાત કરી

મોરબી : તાજેતર મા મોરબી ના સામાજીક કાર્યકર નિર્મિત કક્કડે કોંગ્રેસ અગ્રણી વિજય ભાઈ સરડવા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના O.I.C. C.E.C.C. ડો. આર. વેંકેટરામાની સાથે બેઠક કરી હતી. જે બેઠક મા મોરબી માળીયા-૬૫ વિધાનસભાની રાજકીય પરીસ્થિતીઓ વિશે ચર્ચા કરવામા આવી હતી. મોરબી માળીયા તેમજ આસપાસ ના ગામડાઓ ની સમસ્યા વિશે તેમજ આગામી વિધાનસભા ની ચુંટણી મા કેવા કેવા પરીબળો વધુ અસર કરશે તેની પણ ચર્ચા કરી રાજ્યમાં લોહાણા સમાજને ૧૦ ટીકીટ ફાળવવા માંગણી કરી હતી.
બેઠકમા સ્થાનિક કક્ષાએ લોહાણા સમાજ ની રાજકીય સ્થિતી તેમજ વર્ચસ્વ અને વિવિધ માંગણી ઓ ની ચર્ચા કરવા મા આવી હતી નિર્મિત કક્કડને આ તકે સંભવિત ઉમેદવાર અંગે પ્રશ્ન પુછતા તેણે જણાવ્યુ હતુ કે શિક્ષિત, કાર્યશીલ, પ્રજાલક્ષી અભિગમ ધરાવનાર તેમજ સ્વચ્છ છબી વાળા ઉમેદવાર ને ટીકીટ ની ફાળવણી થવી જોઈએ.

- text

નિર્મિત કક્કડે જણાવ્યુ હતુ કે વીરપુર જલારામ બાપા ના મંદીર ને દેશ ના પવિત્ર યાત્રા ધામ તરીકે જાહેર કરવા મા આવે, તે ઉપરાંત દરેક સવર્ણો ને સરખો લાભ આપવો, અનામત આંદોલન મુદ્દો વહેલી તકે સંતોષકારક રીતે ઉકેલવો , તે ઉપરાંત સ્થાનિક કક્ષાએ સમાજ નુ રાજકીય હીત જળવાવુ જોઈએ. આગામી સમય મા સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી મા લોહાણા સમાજ ને ૧૦ ટીકીટ ફાળવવા સહીત ના મુદ્દાઓ પર ચર્ચા કરવા મા આવી હતી.
કોંગ્રેસ અગ્રણી વિજય ભાઈ સરડવાએ આ અંગે જણાવ્યુ કે આગામી સમય મા દરેક સમાજ ના લોકો ને યોગ્ય ન્યાય મળશે તેમજ સ્થાનિક માંગણી ઓ નો ઉકેલ સ્થાનિક કક્ષા એ તેમજ અન્ય માંગણીઓ વિશે ઉચ્ચ કક્ષાએ યોગ્ય પગલા લેવા મા આવશે.

નિર્મિત કક્કડે આ મુલાકાત અંગે જણાવ્યુ હતું કે હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી અને ભવિષ્યમા જોડાઈશ પણ નહી. મારો ઉદેશ્ય સમાજ નુ હીત થાય તેમજ પ્રજા ના પ્રાણ પ્રશ્નો ઉકેલાય તે છે.લોકો ની સુખાકારી વધે તેમજ જીવન ધોરણ સુધરે તેમ છે.

આગામી ચુંટણી મા શિક્ષિત, પ્રજાલક્ષી અભિગમ ધરાવનાર, વફાદાર તેમજ સ્વચ્છ છબી ધરાવનાર ઉમેદવાર ને વ્યક્તિગત રીતે સમર્થન આપવા મા આવશે પણ પોતે કોઈ પક્ષ મા નહી જોડાય તેમ નિર્મિત કક્કડે કહ્યુ હતુ.

ત્યાર બાદ ડો. આર. વેંકેટરામાની એ વિજય ભાઈ સરડવા સાથે કારખાનાઓ તેમજ ગામડાઓ ની મુલાકાત લઈ પરિસ્થિતી નો તાગ મેળવ્યો હતો.

- text