વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા

- text


સુરતમાં પ્રેસ કોન્ફ્રન્સ અને ડીલર મીટનુ આયોજન કરવામાં આવ્યું

સુરત : મોરબી સિરામિક એસો. અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા આયોજિત વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમીટ ૨૦૧૭ નવેમ્બરમાં ગાંધીનગર ખાતે યોજાઈ રહી છે. જે ના પ્રમોશન માટે સુરત ખાતે પ્રેસ કોન્ફ્રન્સ અને ડીલર મીટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીલર મીટમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ કે જી કુડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ અને સુરત ડીલર્સ એસોના સેક્રેટરી સિદ્ધાર્થ છાયા તેમજ વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમીટ ૨૦૧૭ના સીઈઓ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી સીરામીક એસો.ના પ્રેસિડેન્ટ શ્રી કે.જી.કુંડારીયાએ આ તકે જણાવ્યું હતું કે ભારત દુનિયામાં દ્વિતીય સૌથી વિશાળ ટાઈલ્સ બજાર છે. વૈશ્વિક ટાઈલ્સ નિર્મિતી 2006-2013ના સમયગાળામાં 6.3 ટકાના વાર્ષિકીય દરે વૃદ્ધિ પામી છે ત્યારે ભારતમાં ટાઈલ્સનું ઉત્પાદન આ જ સમયગાળામાં 12.0 ટકા સાથે લગભગ બેગણું વધ્યં છે. સેરામિક ટાઈલ્સ ભારતમાં કુલ ટાઈલ્સની માગણીના 60 ટકા આસપાસ છે અને 2014-2019ના સમયગાળામાં તે 8.7 ટકા સીએજીઆરે વૃદ્ધિ પામવાની ધારણા છે.
તેમણે ઉમેર્યું હતું કે મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના ભારત સરકારના મુખ્ય એજન્ડાની રેખામાં અમે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાની નાવીન્યતા લાવવા સતત પ્રયત્નશીલ છીએ અને રાજ્યોમાં વધુ રોજગારી નિર્માણ કરવા માગીએ છીએ. હાલમાં અમે મહેસૂલમાં લગભગ 4 અબજ ડોલરનું યોગદાન આપી રહ્યા છીએ અને કુશળ તથા અકુશળ 10 લાખથી વધુ લોકોને રોજગારી આપી છે.
વાઈબ્રન્ટ સીરામિક્સ એક્સપો એન્ડ સમિટ 2017ના સીઈઓ શ્રી સંદીપ પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુક્ત સાહસો, બીટુબી તેમજ બીટુજી નેટવર્કિંગ તકો આ પરિષદમાં મુખ્ય રૂપરેખા રહેશે, જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સેરામિક ટાઈલ્સ, સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સ પ્રદર્શિત કરાશે. વાઈબ્રન્ટ સેરામિક્સ એ આ ઉદ્યોગમાં મુખ્ય ખેલાડીઓને એકત્ર કરવાના અને તેમની અંદર નવો જોશ ભરવાના લક્ષ્ય સાથેની પહેલ છે. અમે તેજસ્વી આંતરક્રિયા, ચેનલિંગ અને નેટવર્કિંગ માટે બધા પ્રકારના વેપાર સંસાધનોને એક મંચ પર લાવવા ઉત્સુક છીએ.
વાઈબ્રન્ટ સીરામિક્સની પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે યોજાઈ તેમાં 22 દેશમાંથી 610થી વધુ વિદેશી મોવડીએ ભાગ લીધો હતો, જ્યારે આ વર્ષે 65થી વધુ દેશોમાંથી 2500થી વધુ દરિયાપારના ખરીદદારો ઊમટી પડવાની અપેક્ષા છે. આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. ઈવેન્ટના અંત સુધી ક્ષેત્રમાં રૂ. 500 કરોડ મૂલ્યનો વેપાર ઊપજશે અને લગભગ રૂ. 1300 કરોડના ઓર્ડર મળવાની ધારણા છે.
સુરતમાં વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોના પ્રમોશનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં બિલ્ડરો, ટાઈલ્સ ટ્રેડર્સ એક્સ્પોમાં આવવાનું આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

- text