મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિઓ સાથે હાર્દિક પટેલની બેઠક : જાણો શું ચર્ચા થઇ..

- text


સિમસ્ટોન સિરામિકમાં યોજાયેલી મિટિંગમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો જોડાયા : અત્યાર સુધીમાં ભાજપે સરકારે સિરામિક ઉદ્યોગનો નહિ પોતાનો ફાયદો જોયાનો બેઠકમાં સુર

મોરબી : આજે સરદાર પટેલ જન્મ જયંતિએ મોરબીની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે મોરબીના સીરામીક ઉદ્યોગકારો સાથે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં સીરામીક ઉદ્યોગના આગવેનો સહીત મોટી સંખ્યામાં પાટીદાર ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં હાર્દિક પટેલે અનામત આંદોલન , પાટીદાર સમાજની એકતા, સીરામીક ઉદ્યોગની મુશ્કેલી અને ભાજપના સ્વાર્થી સહકાર અંગે ચર્ચા વિચારણા થઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

- text

વાંકાનેર ટોલનાકે પાસે આવેલી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાની ભાગીદારી વાળી સિમસ્ટોન સિરામિકમાં યોજાયેલી આ મિટિંગમાં સીરામીક એસો. પૂર્વ હોદેદારો સહીત 500થી વધુ ની સંખ્યામાં પાટીદાર ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે આ મિટિંગમાં હાલના સીરામીક આસો.ના એક પણ હોદેદાર હાજર રહ્યા ન હતા. જોકે આ મિટિંગ અંગે મીડિયાને કોઈ જાણ કરવામાં આવી હતી નહિ. ત્યારે માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટોચના સીરામીક ઉધોગપતિઓ સાથે હાર્દિક પટેલે ખાનગી મિટિંગમાં અત્યાર સુધીમાં સરકારના નિર્ણયોથી ઉદ્યોગ ગૃહોને લાભ મલવાને બદલે સરકારને જ ફાયદો મળ્યો હોવાનું તારણ દાખલા સહિત બતાવ્યું હતું.
હાર્દિકે વિવિધ મુદ્દે સીરામીક ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી. ભાજપ સરકારે મોરબીના સિરામિક ઉદ્યોગમાં જરૂરી કોઈ જ ઇન્ફ્રાસ્ટક્ચર ઉભું કારયુ નથી. ભાજપે માત્ર જેમાં સરકારને નફો છે તેવી વીજળી અને ગેસ જ આપ્યા છે. ગેસમા પણ કરોડો રૂપિયાનો ભ્રસ્ટાચાર થઇ રહ્યો છે. ભાજપે હંમેશા સીરામીક ઉધોગનો પોતાના સ્વાર્થ માટે જ ઉપયોગ કર્યો છે. વધુમાં જીએસટી હોય કે કોલગેસ હોય કે પછી પીએનજી હોય ગુજરાત સરકારે પોતાનો જ સ્વાર્થ હંમેશા જોયો હોવાનું જણાવી આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકારને પારખવા હાકલ કરી હતી. હાર્દિકે માર્મિક ભાષામાં આ મિટિંગમાં ઉદ્યોગકારોને ધનથી નહિ પણ મનથી સપોર્ટ માંગ્યો હતો. હાર્દિકે વિશેષ માં જણાવ્યું હતું કે આવડા મોટા સિરામિક ઉદ્યોગનું જે વજન સરકારમાં હોવું જોઈએ એ દેખાતું નથી. ભાજપ સરકારે હંમેશા આ ઉદ્યોગને દબાવાની કોશિશ કરીને રાજનીતિ કરી છે. આગામી ચૂંટણીમાં ભાજપ ભાગલા પાડો રાજ કરો અને દબાણની રાજનીતિ અપનાવશે ત્યારે હાર્દિકે પાટીદાર સમાજમાં એકતા જળવાઈ રહે તેના પર ભાર મુક્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક પટેલના અનામત આંદોલનને મોરબીના અનેક સીરામીક ઉદ્યોગકારો અંદરખાને સપોર્ટ કરતા આવ્યા છે. પરંતુ પેહલી વખત આજની મિટિંગમાં સેંકડોની સંખ્યામાં ઉધોગકારો ઉત્સાહ પૂર્વક આ મિટિંગમાં જોડાયા હતા. ત્યારે આ સંજોગોમાં આવનાર દિવસોમાં હાર્દિક સાથેની બેઠકમાં હાજર રહેલા ઉદ્યોગપતિઓ કેવો માર્ગ અપનાવે છે તે જોવું રહ્યું !!!

 

- text