મંદિરમાં આરતી સમયે શ્વાનની અનોખી ભક્તિ..જુઓ વિડિઓ

- text


લજાઈ-હડમતિયા રોડ પર સનાતન આશ્રમમ રામદેવપીરની જગ્યામાં વર્ષોથી ચાલતો સેવાયજ્ઞ

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામ નજીક રોડ પર જ વોકળામાં વહેતા નર્મદામૈયાના નીરના કાંઠે રામદેવપીરનું મંદિર આવેલ છે જ્યાં સવાર-સાંજ આરતી સમયે શ્વાન અનોખી ભગવાન ભક્તિ કરી રહ્યા છે.
સનાતન આશ્રમ ના નામથી અોળખાતા મંદિરના મહંતશ્રી નરેશદાસબાપુઅે સેવાનો ભેખ ધારણ કરીને પોતાની માલિકીની જમીન પર આ આશ્રમ બનાવેલ અને તા. ૮/૩/૨૦૦૩ થી સતત ૧૨ વર્ષ સુધી વહેલા પરોઢીયે ટાઢ,તાપ કે વરસાદની પરવા કર્યા વિના હડમતિયા ગામની ગલીઅે ગલીઅે ફરી રોટલા-રોટલીની જોળી ફેરવીને ગાયો અને કુતરાઅોને ખવડાવે છે અને ગલીઅોમાં રમતા નાના બાળકોને ચોકલેટ કે પીપરમેન્ટ આપીને કાયમ ખુશ રાખે છે. બાર બીજ પુરી કરીને નરેશદાસબાપુનો આ સેવાયજ્ઞનો વારસો તેમના શિષ્યા બનેલ નિર્મળદાસ માતાજી ચલાવી રહ્યા છે જે દર શનિવારના રોજ ૭ વર્ષથી નિયત સમય મુજબ જોળી ફેરવી રહ્યા છે. માતાજીઅે ૧૯ વર્ષની નાની ઉંમરે સંસારનો ત્યાગ કરી સેવાનો ભેખ ધારણ કર્યો છે.
હાલ નિર્મળદાસ માતાજી ચોટીલા,માટેલ કે દ્વારકા પગપાળા જતા વટેમાર્ગુઅોને જમાડી પ્રભુ પ્રાપ્તીનો અહેસાસ અનુભવે છે.
આ સનાતન આશ્રમમાં ૫ ગાયોનો પણ નિભાવ થઈ રહ્યો છે. અધતન મંદિર અને ધર્મશાળા દાતાઅોશ્રીના દાનની સરવાણીથી બનાવેલ છે. કહેવાય છે કે સવાર-સાંજ આરતી સમયે અેક અબોલ પ્રાણી કુતરો પણ શંખ વગાડતો હોય તેમ ચેષ્ટાથી પોતાનો ભાવ પ્રગટ કરીને પ્રભુને પામવાનો તેમજ મનુષ્યજીવને કઈક સંદેશો આપી રહ્યો છે.

- text

જુઓ…મંદિરમાં આરતી સમયે શ્વાનની અનોખી ભગવાન ભક્તિનો વિડિઓ..

 

- text