મોરબીના રંગપર બેલા નજીક યુવાનની કરપીણ હત્યા

મૃતક યુવાન રીક્ષા ચલાવતો હતો : તપાસ શરુ કરતી તાલુકા પોલીસ

મોરબી:મોરબીના રંગપર બેલા રોડ પર અજાણ્યા યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી નખાતાં સનસનાટી મચી જવા પામી છે.જો કે મૃતક કોણ છે ? ક્યાંનો રહેવાસી છે તે વિગતો હજુ બહાર આવી નથી. પરંતુ ચર્ચા મુજબ મૃતક યુવાન બાવાજી હોવાનું અને રીક્ષા ચલાવતા હતો.

જાણવા મળ્યા મુજબ મોરબીના રંગપર બેલા રોડ ઉપર વેન્ટો સીરામીક નજીક અંદાજે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની ડાબા પડખામાં છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વધુમાં મૃતક યુવાનના છાતીના ભાગે શૈલેષ નામ લખેલ છે તેમજ જમણા હાથ માં દિલ ચિતરી તેમાં અેસ લખેલ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે મૃતક યુવાનના પરિવારજનોની ભાળ મેળવવાની સાથે સાથે હત્યારાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.