૨૪મીથી પાલિકા કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ : સામુહિક આત્મવિલોપનની ચીમકી

- text


પગાર સહિતના પ્રશ્ને ચાલતા આંદોલનના છેલ્લા દિવસે થાળી-વેલણ લઈ સરકારને જગાડવા કર્યો પ્રયાસ

મોરબી : મોરબીમાં આજે પાલિકા કર્મચારીઓએ હડતાળના છેલ્લે દિવસે રાજ્ય સરકારને જગાડવા થાળી-વેલણ લીધા હતા અને આગામી ૨૪ મીથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી સામુહિક આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી.
પગાર સહિતના પ્રશ્ને મોરબી સહિત રાજ્યભરની નગરપાલિકાના કર્મચારીઓનું સરકાર સામે આંદોલન વધુ જલદ બની રહયું છે.તા.૧૧મીથી ત્રણ દિવસની પાડેલી હળતાલ આજે ત્રીજા દિવસમાં પ્રવેશી હતી અને પાલિકા કર્મચારીઓ દ્વારા આજે થાળી-વેલણ સાથે રેલી કાઢી સરકારને જગાડવા પ્રયાસ કર્યો હતો આ તકે મોરબી પાલિકા કર્મચારી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ સરકારને શાનમાં સમજી જવા ચેતવણી આપતા જણાવ્યું હતું કે જાવે કાગો નહી તો આવનારી ચૂંટણીમાં ભાગવાનું નિશ્ચિત છે.
આજે પાલિકા કચેરીથી નીકળેલી થાળી વેલણ રેલી નગરપાલિકા થઈ નગરદરવાજા ચોક,વિજય ટોકીઝ સુધી ફરી હતી અને સરકાર વિરોધી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
વધુમાં આજે ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી યુનિયનના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના કર્મચારીઓના સાતમાં પગારપંચ સહિતના પડતર પ્રશ્ને લાંબા સમયથી લડત ચલાવવા છતાં સરકારે ઉકેલ ન લાવતા હવે ૨૪ મીથી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે. આમ છતાં જો સરકાર નહીં જાગે તો આવનાર દિવસોમાં કર્મચારીઓ સામુહિક આત્મ વિલોપનનો માર્ગ અખત્યાર કરનાર હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

- text