મોરબીમાં બેસણામાં રૂબરૂ આવવાને બદલે ઇન્ટરનેટ-વોટ્સએપથી સંદેશો પાઠવવા નવી શરૂઆત

- text


મોરબી:મૃત્યુ સત્ય છે,ઉંમરલાયક થયા બાદ શોક ન હોય એમા પણ આજના ભાગદોડ ભર્યા જીવન લોકો પાસે ટાઈમ હોતો નથી અને એક જગ્યા એ થી બીજી જગ્યાએ જવામાં ટ્રાફિક સમસ્યા પણ નડતરરૂપ બનતી હોય મોરબીના વડગામાં પરિવારે નવો ચીલો ચાતરી પોતાના વડીલના પિતાશ્રીના નિધન બાદ સ્નેહી જનોને ઇન્ટરનેટ-વોટ્સએપથી સંદેશો પાઠવશે તો પણ રૂબરૂ મળ્યા તુલ્ય ગણાશે તેવું જણાવી સમયની સાચી કિંમત સમજી છે.

- text

મોરબી નિવાસી બાબુભાઇ વડગામા ઉ.૯૧ તે જયંતીલાલ પ્રાગજીભાઈ વળગામા (આર.એસ.એસ.),ધીરુભાઈ,સ્વ.હેમુભાઈ રામણિકભાઈ બોમ્બે અને હસુભાઈના મોટાભાઈ તથા સ્વ.વિજયભાઈ અને યશુભાઈના પિતાશ્રીનું અવસાન તથા આજે તારીખ 13 ને શુક્રવારે વિશ્વકર્મા મંદિર મોરબી ખાતે સાંજે ૪.થી ૬.૩૦ શ્રદ્ધાંજલિ અને બેસણું રાખવામાં આવ્યું છે જેમાં સ્વજનોને જણાવાયું છે કે જોખમી ટ્રાફિકમાં આવવા ને બદલે ઇન્ટરનેટ વોટ્સએપથી સંદેશો મોકલશો તો પણ રૂબરૂ મળ્યા તુલ્ય ગણાશે.
આમ ભાગદોડ ભરી જિંદગીમાં મોરબીમાં નવો ચીલો ચતરાયો છે.

- text