પડતર પ્રશ્ને મોરબી પાલિકાના કર્મચારીઓ એ રેલી કાઢી કાળા વાવટા ફરકાવ્યા

- text


કર્મચારીઓ એ છાજીયા તથા મરશીયા ગાઈ તેમજ જામીન પર ઓળોટીને વિરોધ પ્રદશર્ન કર્યું

મોરબી નગરપાલિકાના કર્મચારીઓ એ સરકારે લાગૂ કરેલા એસ્માની ઍસીતૅસી કરી આજે બીજા દિવસે હડતાલ ચાલુ રાખી ને રેલી કાઢી અને કાળા વાવટા ફરકાવ્યા હતા. રેલી દરમ્યાન કર્મચારીઓએ છાજિયાં તથા મરસીયા ગાઈ અને જમીન પર આરોટીને વિરોધ પ્રદશર્ન કર્યું હતું

- text

મોરબી નગરપાલિકાના કર્મચારીઓનું સરકાર સામે આંદોલન વધુ જલદ બની રહયું છે.ગઈકાલથી ત્રણ દિવસની પાડેલી હળતાલ આજે બીજા દિવસે પ્રવેશી હતી.આજે પણ નગરપાલિકાના કર્મચારીઓએ હડતાલ રાખી નગરપાલિકાની કચેરીએથી રેલી કાઢી હતી.તેમજ સરકારને ઢંઢોળવા ઢોલ નગારા વગાડી કર્મચારીઓ એ સરકારના નામના છાજીયા તથા મરસીયા ગાઈ અને જમીનપર આળોટીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આ રેલી નગરપાલિકા થઈ નગરદરવાજા ચોક,વિજય ટોકીઝ પર ફરીને કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્સન કરાયું હતું.આ અંગે ગુજરાત રાજય નગરપાલિકા યુનિયન ના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના કર્મચારીઓના સાતમાં પગારપંચ સહિતના પડતર પ્રશ્ને લાંબા સમયથી લડત ચલાવવા છતાં

સરકારે ઉકેલ ન લાવતા અંતે હડતાલ પાડવાની જરૂર પડી છે.સરકારને કેસરિયાની નહિ કાળા વાવટાની જરૂર હોવાથી કાળા વાવટા ફરકાવ્યા છે.અને આવતી કાલે આનાથી વધુ આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે

 

- text