ટંકારાના વૃદ્ધનું અકસ્માતે કૂવામાં પડી જતા મોત

- text


ટંકારા : ટંકારામાં કિસાન નગર નજીક રહેતા પટેલ વૃદ્ધનું વાડીએ અકસ્માતે કૂવામાં પડી જતા મોત નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના કિસાન નગર વિસ્તારમાં રહેતા રતનભાઈ નાનજીભાઈ પટેલ ઉ.૫૫ ગઈકાલે પોતાની જીવાપર સ્થિત વાડીએ ગયા હતા ત્યારે અકસ્માતે પગ લપસતા કૂવામાં પડી જતા મોત નીપજ્યું હતું ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text