વિકાસને શીંગળા ન હોય : જીતુભાઈ વાઘાણી

- text


મોરબીમાં ગૌરવયાત્રામાં કોંગ્રેસ ઉપર વરસતા ભાજપના નેતાઓ

મોરબી:પોરબંદરથી શરૂ થયેલ ગૌરવયાત્રા આજે મોરબી જિલ્લામાં ફરી હતી અને મોરબી શહેરમાં જાહેરસભા યોજવામાં આવી હતી જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ વિકાસને શીંગળા નહોય તેમ જણાવી લોકોના જીવન ધોરણ સુધર્યા એ જ મોટો વિકાસ હોવાનું જણાવ્યું હતું.

- text

સૌરાષ્ટ્ર ઝોનની ગુજરાત ગૌરવ યાત્રા આજે સવારે ચોટીલાથી શરૂ થઈ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગામેથી આગમન કર્યુ હતું. વાંકાનેર, ઢુંવા, મકનસર, લાલપર થઈ મોરબી ખાતે પહોંચી હતી.
મોરબી શહેરમાં ફર્યા બાદ ગૌરવયાત્રા નગર દરવાજા ચોકમાં જાહેરસભામાં ફેરવાઈ હતી જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું હતું કે પાકિસ્તાની ભાષા બોલનારને પાકિસ્તાન મોકલવાનો સમય પાકી ગયો છે આગામી ચૂંટણીમાં ભાજપ ૧૫૦ બેઠક મેળવી કોંગ્રેસનો સફાયો કરીને જ જમ્પશે તેવું પણ જણાવ્યું હતું.
આ તકે જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસને ખેતીવાડીમાં આવતા કીટકો સાથે સરખામણી કરી જણાવ્યું હતું કે આવા કીટકોનો નાશ કરવા ખેડૂતોએ દવા છંટકાવ કરવો જ પડશે,
દરમિયાન વંદેમાતરમ અંગે પણ કોંગ્રેસને આડે હાથ લઈ અગાઉ નર્મદા યાત્રા કરવા જવું પડતું અને હવે નલ ખોલો તો નર્મદા મૈયાના દર્શન થાય છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં ભાજપની સરકાર મોરબીનો બમણો વિકાસ કરશે તેમ કહ્યું હતું.
જાહેરસભામાં મોરબી અંગે તેઓએ કહ્યું હતું કે નગર દરવાજાના ચોકમાં કોંગ્રેસે ૪૦ વર્ષમાં શુ કર્યું તેનો હિસાબ આપે અમે ૨૦ વર્ષનો હિસાબ આપશું તેવું જણાવી કોંગ્રેસને પડકાર ફેંકવામાં આવ્યો હતો.
ગૌરવ યાત્રા માં આર.સી.ફળદુ, આઈ.કે.જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મોરબીથી કાર્યક્રમ સંપન્ન કરી ગૌરવયાત્રા વિરપર,ધ્રુવનગર અને ટંકારા થઈ પડધરી જવા રવાના થઈ હતી.

- text