મોરબીના સિલ્વરપાર્ક નજીક અજાણ્યા વ્યક્તિની લાશ મળી

- text


ચોરીના ઇરાદે ઘુસેલા શખ્સને લોકોએ માર મારતા મૃત્યુ થયાની ચર્ચા

મોરબી : મોરબી ના પીપળી પાસે સિલ્વર પાર્ક નજીક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. લોક મુખે ચર્ચાતી વિગત મુજબ રાત્રીના ચોરીના ઇરાદે ઘુસેલ શખ્સને ટોળાએ માર મારતા મૃત્યુ થયાની ચર્ચા થઇ રહી છે. જો કે પોલિસે આ વાતને સમર્થન આપ્યું નથી.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી નજીક સિલ્વરપાર્ક નજીક ચોરીના ઇરાદે ઘુસેલા અજાણ્યા સાત આઠ શખ્સો સોસાયટી વાળાઓ જાગી જતા એક શખ્સ ઝડપાયો જેને લોકોએ માર મારતા મોત થયુ હોવાની વિગતો વચ્ચે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.
દરમિયાન અજાણ્યા પુરુષનો મૃતદેહ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણ્યા પુરુષના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. યુવાનના શરીર પર ઈજાના નિશાન મળી રહ્યા છે જોકે પડી જવાથી કે અકસ્માતે મોત થયું છે કે અન્ય કોઈ કારણ છે તે તો પીએમ રીપોર્ટ બાદ જ માલૂમ પડશે.
હાલ પોલીસ અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ ચલાવી રહી છે જોકે અજાણ્યા પુરુષની મૂંઢ માર મારી હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

- text

- text