વાંકાનેરના વિરપરમાં યુવતી ભાગી જવા મામલે મારામારી

- text


વાંકાનેર:વાંકાનેરના વિરપર ગમે રહેતી મહિલાને આજ ગામના કોળી યુવાને પોતાની બેનને ભગાડવામાં કેમ મદદ કરી કહી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે રહેતા ગૌરીબેન બટુકભાઈ સુરેલાને આ કામ ના આરોપી જગદીશ હીરા ડાંગરિયાએ તેની બેન માટેલ ગામ ના છોકરા સાથે ભાગી ગયેલ હોય જેથી આ કામ ફરીયાદીના ભત્રીજા સુનીલ ને તે ભગાડવામાં મદદગારી કરેલ છે. તેવુ કહી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ હાથ માં લાકડા નો ધોકો હોય જે સાહેદ સુનીલ ને મારવા જતા ફરીયાદી ગૌરીબેન વચ્ચે પડતા માથા માં એક ધા મારેલ તથા અન્ય સાહેદ ને પણ મુંઢ માર ધોકા વતી મારેલ ફરી તથા સાહેદો ને ગાળો આપી જિલ્લા મેજી. મોરબી ના હથીયાર બંધી જાહેર નામા નો ભંગ કરી ગુન્હો કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text