હડમતીયાના પીઢ કોંગી અગ્રણી જેરાજ બાપાને બીજી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ

- text


હડમતીયા : ટંકારાના હડમતીયા ગામના વતની અને પીઢ કોંગી આગેવાન જેરાજબાપાની આજે બીજી પુણ્ય તિથિ છે. એમની ચીર વિદાયથી હડમતીયા ગામે ખેડૂત રત્ન ખોયું છે અને બાપનો ખાલીપો આજે પણ પુરાયો નથી.

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને આજુબાજુના ગામડામાં “સરકાર” ની છાપ ધરાવતા કોંગ્રેસના પીઢ અગ્રણી કાર્યકર કામરીયા જેરાજભાઈ જીવરાજ તા. ૬/૫/૨૦૧૫ ના રોજ મૃત્યું પામ્યા હતા. તેમની માનવ સેવાની તો ટંકારા પંથકના દરેક ગામના ખેડુતો વાકેફ છે તેમણે હડમતિયા ગામની શ્રી હડમતિયા સેવા સહકારી મંડળી, અેમ.અેમ.ગાંધી વિધાલય હડમતિયા, તેમજ મોરબી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના અધ્યક્ષપદે સેવા આપી હતી.

- text

તેમના મૃત્યુંના આજે તા.૬/૧૦/૨૦૧૭ ના રોજ ૨ વર્ષ પુર્ણ થયા છે પણ હડમતિયા ગામને અેક ખેડુત રત્નની કાયમ ખોટ પડી રહી છે. ગરીબોના બેલી અને ખેડુતોના મસિહા ગણાતા જેરાજબાપાની સૌ કોઈ રાજકિય પક્ષો ઈજ્જત કરતા. આપણી ગુજરાતી અેક કહેવત છે કે…
” મિણબતીની કિમત તો અંધારૂ હોય ત્યારે જ ખબર પડે” તે ઉક્તિ મુજબ તેમને યાદ કરી આજના દિવસે તેમની બીજી પુણ્યતિથિ નિમતે જેરાજબાપાને ભાવભિની શ્રધાંજલી.

- text