મોરબીમાં વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી અંતર્ગત રેલી સહિતના કાર્યક્રમો યોજાયા

- text


શહેરની ઓસેમ સ્કુલ તથા ઓમ.વી.વી.આઇ.એમ. કોલેજના છાત્રો ઉજવણીમાં જોડાયા

- text

મોરબી : મોરબી વન વિભાગ તથા વેદાંત કેઇન્સ ઈન્ડીયા દ્વારા વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરના સન ફ્લાવર એડ્યુકેશન ટ્રસ્ટ-સૌરાષ્ટ્ર હાઈ ટેક સંચાલીત સંસ્થાઓની પસંદગી કરવામા આવી હતી. જેમા માસુમ વિદ્યાલય, ન્યુ ઓમ શાંતી સ્કુલ, ઓસેમ સ્કુલ, ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
જેમાં સવારે ૮ કલાકે શહેરના રાજમાર્ગો પર બહોળી સંખ્યામા પર્યાવરણ તથા વન સંરક્ષણના બેનર તથા સુત્રોચાર સાથે વિશાળ રેલી યોજવામા આવી હતી. ત્યારબાદ વન વિભાગના અધીકારીઓ, વેદાંત કેઈન્સ ઈન્ડીયાના પ્રતિનીધીઓ, મયુર નેચર ક્લબ, ફુલછાબ નવરંગ નેચર ક્લબ ના સંચાલકોએ વિદ્યાર્થીઓને વન સંવર્ધન તથા વન્યજીવ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપ સિંહ જેઠવા, નાયબ વન સંરક્ષક ભાલોડી સાહેબ, મદદનીશ વન સંરક્ષક કોટડીયા સાહેબ, કેઈન્સ ઈન્ડીયાના ચક્રેશ સાહેબ, વંદનાબેન મહેરા, મયુર નેચર ક્લબના મારૂતી સાહેબ, વી.ડી. બાળા સાહેબ, ફોરેસ્ટ ઓફીસર વી.પી. જાડેજા, એમ.જી.દેત્રોજા, એ.આર. ડાંગર, એરવાડીયા સાહેબ, કોરીંગા સાહેબ સહીતના ઉપસ્થીત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, શનાબેન કાઝી, હીમાંશુભાઈ શેઠ, ચિરાગભાઈ ગામી, જયેશભાઈ મહેતા, વિમલભાઈ વરસાણી, હાર્દીકભાઈ ઉદાણી સહીતના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નુ સંચાલન સંસ્થાના નિર્મિત ભાઈ કક્કડે કર્યુ હતુ.

 

- text