આજે નવનિર્મિત મોરબી પોલીસ લાઈનનું લોકાર્પણ

- text


મોરબી સીટી-તાલુકા પોલીસ લાઈનની સાથે મહિલા પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ

મોરબી : મોરબી ખાતે નિર્માણ પામેલ સીટી-તાલુકા પોલીસ લાઈન અને મહિલા પોલીસ સ્ટેશનનું આજે લિકાર્પણ કરવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા મોરબી પોલીસ કર્મચારીઓ માટે નિર્માણ કરાયેલ મોરબી સીટી તથા તાલુકા પોલીસ સ્ટાફ કવાટર્સ પોલીસ લાઈન અને નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઈ કવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,રેન્જ આઈજી ડી.એન.પટેલ,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ.ઝાલા સહિતના અગ્રણીઓ હાજર રહેશે.

- text

- text